મોદી અને શાહ માટે દિલ્હીની ચૂંટણીએ પ્રતિષ્ઠાનો સવાલ છે ત્યારે એક એવો પત્ર વાયરલ થયો છે જેને જોઈને ભાજપના હોશ ઉડી જશે. દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં પ્રચાર જોરશોરથી ચાલી રહ્યો છે. દિલ્હીની ચૂંટણીમાં 70 બેઠકો પર ભાજપે 370 સાંસદોને લગાવ્યા છે. જેઓ ઝૂંપડપટ્ટીઓમાં ભાજપનો પ્રચાર કરી રહ્યો છે.
હાલમાં ચૂંટણીનો પ્રચાર રસ્તાથી સોશિયલ મીડિયા પર થઈ રહ્યો છે. રાજકીય પાર્ટીઓના સ્ટાર પ્રચારકો રેલી અને સભાઓ યોજી રહ્યાં છે. અરવિંદ કેજરીવાલ માટે પણ આ ચૂંટણી પ્રતિષ્ઠાનો સવાલ છે. અરવિંદ કેજરીવાલ કોઈ પણ સંજોગોમાં ફરી સત્તા મેળવવાના પ્રયાસો કરી રહ્યાં છે. સરવેમાં પણ આપની વાપસી થાય તેવા સંકેતો છતાં મોદી અને શાહની જોડી એ પરિણામો બદલવા માટે જાણીતિ છે. દિલ્હીની ચૂંટણી એ જોડી માટે વટનો સવાલ છે. હાલમાં સોશિયલ મીડિયામાં એક મનોજ તિવારીના નામે લેટર ફરી રહ્યો છે. એ સાચો છે કે ખોટો એની અમે પુષ્ટી કરી રહ્યાં નથી પણ આ વાયરલ લેટરે ભારે ચર્ચા જગાવી છે.
ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ જગત પ્રકાશ નડ્ડાને લખાયેલા આ લેટરમાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે ઘણા દિવસોથી આપણી પાર્ટીના નેતાઓ હર ઘર અભિયાન અંતર્ગત જમીન પર જનતા સાથે સીધો સંવાદ કરી રહ્યાં છે જેને પગલે આ ચૂંટણીમાં આપણી સ્થિતિમાં ઘણો સુધારો આવ્યો છે પરંતુ દિલ્હીની ચૂંટણી પર આંતરિક સરવેમાં ભાજપ હજુ ઘણી પાછળ છે અને આમ આદમી પાર્ટી હજુ પણ જીત માટે આગળ છે.
સરવેના પરિણામો જોઈને મારી એક સલાહ છે કે દિલ્હીની ચૂંટણીના દંગલમાંથી મોટા નેતાઓ માનનીય પ્રધાનમંત્રી અને ગૃહમંત્રીની બહાર રાખવા હિતાવહ છે.
કારણ કે હું નથી ઈચ્છતો કે ચૂંટણીના પરિણામો આપણી અનુકૂળ ન આવે અને શીર્ષ પાર્ટી નેતૃત્વ પર સવાલો ઉઠે. આ પ્રતિકૂળ પરિસ્થિતિમાં દિલ્હી પ્રદેશ અધ્યક્ષ હોવાને નાતે આ ચૂંટણીની જવાબદારી મારી ઉપર રહેવી જોઈએ.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.