આજે ભાજપ દ્વારા,કરવામાં આવી રહ્યું છે,વિવિધ શહેરોમાં શક્તિપ્રદર્શન

મહાપાલિકાઓમાં ચૂંટણી પ્રચાર માટે આજે છેલ્લો દિવસ છે ત્યારે આજે ભાજપ દ્વારા વિવિધ શહેરોમાં શક્તિપ્રદર્શન કરવામાં આવ્યું છે.

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મનપામાં પ્રચારનો આજે અંતિમ દિવસ છે ત્યારે ભાજપ અને કોંગ્રેસ દ્વારા મોટા પાયે તૈયારી કરવામાં આવી છે.ગુજરાતમાં 6 મનપા માટે 21મી ફેબ્રુઆરીના રોજ ચૂંટણી થવા જઈ રહી છે અને આજે ચૂંટણી પ્રચારનો અંતિમ દિવસ છે.

સી.આર.પાટીલની અધ્યક્ષતામાં યાત્રાની શરૂઆત કરવામાં આવી હતી અને આ રેલી 17 વોર્ડમાંથી નિકળી રહી છે. અમદાવાદમાં કુલ 22 કિલોમીટરના રૂટ ઉપર છે આયોજન કરવામાં આવ્યું છે.

નોંધનીય છે કે આ રેલીઑ દ્વારા ભાજપ લોકો સુધી પહોંચવા માટે પ્રયાસ કરી રહ્યું છે ત્યાં ભાજપ શહેર પ્રભારી આઈ. કે. જાડેજાએ મોટું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે અમદાવાદ મનપામાં 175 પ્લસનો ટાર્ગેટ છે.

સુરતની સાથે રાજકોટમાં પણ ભાજપ દ્વારા જબરદસ્ત પ્રચાર કરવામાં આવ્યો છે. રાજકોટના તમામ વોર્ડમાં બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.