દિલ્હી વિધાનસભા ચૂંટણી (Delhi Assembly Election)માં ભારતીય જનતા પાર્ટી (BJP)ના પ્રચાર અભિયાનને ધાર આપવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Narendra Modi)જનસભાને સંબોધિત કરવા શહાદરા પહોંચ્યા છે. આ જનસભા શાહદરા ક્ષેત્રમાં કડકડડૂમાના સીબીસી ગ્રાઉન્ડમાં થઈ રહી છે. પીએમ મોદીએ કહ્યું હતું કે લોકસભામાં દિલ્હીને જનતાએ ભાજપાની તાકાત વધારી હતી.
પીએમ મોદીએ કહ્યું હતું કે દિલ્હીના લોકોએ દેશને બદલવામાં ઘણી મહેનત કરી છે અને હવે તે દિલ્હીને બદલશે. દિલ્હી ફક્ત એક શહેર નથી પણ આ આપણા હિન્દુસ્તાનની ધરોહર છે. આ ભારતના ભિન્ન-ભિન્ન રંગોને એક સ્થાને સમેટવાની એક જીવિત પરંપરા છે. આ દિલ્હી બધાનું સ્વાગત કરે છે. સત્કાર કરે છે. ભાગલા પછી જે લોકો દિલ્હી આવ્યા તેમણે દિલ્હીને બદલ્યું છે. જે અહીં વસી ગયા તેમણે દિલ્હીના વિકાસમાં ઘણી મદદ કરી છે. દિલ્હીની માટીમાં અહીંના લોકોનો પરસેવો છે.
પીએમ મોદીએ કહ્યું હતું કે 8 ફેબ્રુઆરીનો દિવસ ફક્ત સરકાર બનાવવા માટે નહીં પણ આ દશકમાં દિલ્હીના વિકાસને ઊંચાઇ સુધી પહોંચાડનાર હશે. આ કામ ભારતીય જનતા પાર્ટી કરશે. જે કહે છે તે બધું કરે છે. તે ભારતીય જનતા પાર્ટી જેના માટે દેશ અને તેના લોકોના ભવિષ્ય સૌથી પહેલા છે. જે નેગેટિવિટીમાં નહીં પણ પોઝિટિવિટીમાં વિશ્વાસ કરે છે. અમારા માટે દેશના હિત સૌથી મોટો મુદ્દો છે. દેશ માટે કરેલા સંકલ્પ સૌથી મોટા છે. આ સંકલ્પોને પુરા કરવા માટે અમે દિવસ-રાત એક કરી રહ્યા છીએ. દેશ સામે જે દશકો જુના પડકારો હતો તેને ઉકેલી રહ્યા છીએ, દૂર કરી રહ્યા છીએ.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.