ભાજપના જ મંત્રીને લોકસભા અધ્યક્ષે સદનમાં જ બરાબરનું સંભળાવ્યું – ધ્યાનથી પ્રશ્ન સાંભળો


લોકસભા સાંસદ ઓમ બિરલા અવારનવાર સદનમાં સાંસદો તો ઘણી વાર સત્તાપક્ષના સભ્યોની જ ક્લાસ લેતા હોય છે. આજે પણ સદનમાં પ્રશ્નકાળ દરમિયાન કંઈક આવો જ નજારો જોવા મળ્યો હતો. સ્પીકરે કેન્દ્રીય મંત્રી રાવસાહેબ દાનવેને સદનમાં પુછવામાં આવેલા પ્રશ્ન ધ્યાનથી સાંભળવાની સલાહ આપી હતી.

સદનમાં પ્રશ્નકાળ દરમિયાન શિવસેનાના હેમંત તુકારામ ગોડસેએ ભારતીય ખાદ્ય નિગમ સાથે સંબંધીત પૂરક પ્રશ્ન પર રાજ્યમંત્રી રાવસાહેબ દાનવેએ સાંસદને ફરીથી પ્રશ્ન પૂછવા કહ્યું હતું . જેના પર અધ્યક્ષ ઓમ બિરલાએ કહ્યું હતું કે, માનનીય મંત્રીજી, પ્રશ્ન ધ્યાનથી સાંભળો.

ઓમ બિરલાએ ગોડસેને પહેલો પૂરક પ્રશ્ન ના દોહરાવવા અને બીજા પૂરક પ્રશ્ન પુછવા કહ્યું હતું. ત્યાર બાદ શિવસેનાના સાંસદ અરવિંદ સાવંતે ગોડસે પાસે જઈને તેને કંઈક કહ્યું હતું. લોકસભા અધ્યક્ષે કહ્યું હતું કે, સાવંતજી કેમ કહે છે તેમ કરો. ત્યાર બાદ ગોડસે દારા પુછવામાં આવેલા પુરક પ્રશ્નનો ખાધ્ય અને સાર્વજનિક મંત્રી રામવિલાસ પાસવાને આપ્યો હતો. તેઓ સૌથી છેલ્લી પંક્તિમાં રાવ સાહેબ દાનવે સાથે જ બેઠા હતાં. સ્પીકરે પાસવાનને પોતાની બેઠક પર જ જવાબ આપવા કહ્યું હતું કારણ કે તેમને પગમાં ઈજા થઈ છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.