ઝારખંડ વિધાનસભા ચૂંટણી માટે પડેલા વોટની ગણતરી ચાલુ છે અને રૂઝાનોમાં હેમંત સોરેનના નેતૃત્વવાળી મહાગઠબંધન 41ના જાદુઇ આંકડાને પાર કરી ચૂકી છે. જો અંતિમ પરિણામ પણ આ જ રહ્યા તો મહારાષ્ટ્ર બાદ હવે ઝારખંડમાંથી પણ ભાજપ સત્તામાંથી બહાર થઇ જશે. માર્ચ 2018માં 21 રાજ્યોમાં ભાજપ કે તેના સહયોગીની સરકાર હતી પરંતુ ડિસેમ્બર 2019 આવતા-આવતા આ આંકડો સમેટાઇને 15 રાજ્યો સુધીમાં પહોંચ દેખાય રહી છે. છેલ્લાં એક વર્ષમાં જ 4 રાજ્ય ભાજપના હાથમાંથી નીકળી ગયા છે અને હવે ઝારખંડ પાંચમું રાજ્ય બનવાની તરફ છે.
માર્ચ 2018 સુધીમં ભગવા રંગથી રંગાઇ ચૂકયા હતા 21 રાજ્ય
2014ના વર્ષની લોકસભા ચૂંટણીમાં ભાજપે નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં પ્રચંડ જીત પ્રાપ્ત કરી સ્પષ્ટ બહુમતીની સાથે કેન્દ્રની સત્તા પર કબ્જો જમાવ્યો. ત્યારબાદ તો ભાજપ એક પછી એક રાજ્યોની ચૂંટણીમાં ફતહ કરતું ગયું. 2014માં ભાજપના નેતૃત્વવાળી એનડીએની માત્ર 7 રાજ્યોમાં સરકાર હતી. અહીંથી ભાજપના ચરમની શરૂઆત થઇ. પાર્ટી એક પછી એક રાજ્યોને ફતહ કરતી ગઇ. એ વર્ષે થયેલા મહારાષ્ટ્ર અને હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં પાર્ટીએ જીતનો પરચો લહેરાવ્યો. 2017માં રાજકીય દ્રષ્ટિથી સૌથી મોટા રાજ્ય યુપીમાં પણ પ્રચંડ જીત પ્રાપ્ત કરી હતી. 2018 આવતા-આવતા તો 21 રાજ્ય ભગવા રંગે રંગાઇ ચૂકયા હતા. આ રાજ્યોમાં કાં તો ભાજપની સરકાર હતી કાં તો પછી તેના ગઠબંધનવાળી સરકાર.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.