ભાજપે દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે 240 સાંસદોને દિલ્હીમાં રહેવાનું કર્યું ફરમાન

  • દિલ્હી વિધાનસભા ચૂંટણીને લઈને ભાજપાએ કમર કસી લીધી છે. ભાજપાએ દિલ્હી વિધાનસભા ચૂંટણી જીતવા માટે મેગા પ્લાન બનાવ્યો છે. જેના હેઠળ ભાજપા અધ્યક્ષ જેપી નડ્ડાએ 240 સાંસદોની ડ્યૂટી લગાવી છે અને તેમને કહ્યું છે કે, આ દરેક સાંસદો આવનારા 4 દિવસો સુધી દિલ્હીમાં રહેશે અને પાર્ટી માટે વોટ માગશે.

ખાસ વાત એ છે કે, સાંસદોને સ્લમ એરિયામાં રહેવાનું કહેવામાં આવ્યું છે. તેમને કહેવામાં આવ્યું છે કે, તેઓ આ દરમિયાન ત્યાં જ રોકાશે અને ત્યાં જ ખાશે. જણાવી દઈએ કે, દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે ભાજપાએ પાર્ટીના દરેક દિગ્ગજ નેતાઓને મેદાનમાં ઉતારી દીધા છે. આ તમામ નેતાઓ વોટ માટે દિલ્હીના જુદા જુદા વિસ્તારોમાં પહોંચી રહ્યા છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, અમિત શાહ સહિત ઘણાં વરિષ્ઠ નેતા પ્રચાર કરી ચૂક્યા છે. કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ ત્રિનગર, માદીપુર અને પટેલ નગર પહોંચીને પાર્ટીના ઉમેદવારો માટે વોટ માગ્યા અને દિલ્હીની કેજરીવાલ સરકાર પર હુમલો કર્યો. સ્મૃતિ ઈરાની સિવાય કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલ પણ રોહિણી પહોંચ્યા અને ભાજપા ઉમેદવારના પક્ષમાં વોટની અપીલ કરી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.