ભાજપે હેગડેના મહાત્મા ગાંધી પરનાં વિવાદિત નિવેદન બાદ આપ્યો આદેશ

ભાજપા નેતા અનંત કુમાર હેગડેનું મહાત્મા ગાંધી પર કરેલા નિવેદન અંગે પાર્ટીના આલાકમાન ખુશ નથી. સૂત્રો અનુસાર, હેગડેને કોઈપણ શરત વિના માફી માગવાનું કહેવામાં આવ્યું છે. હેગડેએ મહાત્મા ગાંધીના સત્યાગ્રહ પર સવાલ ઊભા કરતા કહ્યું હતું કે , તે માત્ર એક નાટક હતું.

હેગડેએ બેંગલોરના એક કાર્યક્રમમાં દાવો કર્યો હતો કે આઝાદીની પૂરી લડાઈ અંગ્રેજોની સંમતિ અને સહયોગથી લડવામાં આવી હતી. અને મહાત્મા ગાંધીના નેતૃત્વવાળા સ્વતંત્રતા આંદોલનને નાટક ગણાવ્યું.

હેગડેએ ગાંધીજીની ભૂખ હડતાલ અને સત્યાગ્રહ આંદોલનને પણ નાટક ગણાવ્યું હતું. પૂર્વ કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, કોંગ્રેસને સમર્થન આપનારાઓ કહે છે કે ભૂખ હડતાલ અને સત્યાગ્રહ દ્વારા ભારતને આઝાદી મળી. આ સાચું નથી. સત્યાગ્રહને કારણે બ્રિટિશરોએ દેશ છોડ્યો ન હતો. તેઓની નિરાશા અને હારને લીધે આપણને આઝાદી આપી. જ્યારે હું ઇતિહાસ વાંચું છું, ત્યારે મારું લોહી ઉકળે છે. આવા લોકો આપણા દેશમાં મહાત્મા બને છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.