૬ મ્યુ. કોર્પોરેશનમાં છ કલાકમાં ઉમેદવારોની યાદી જાહેર કરનાર ભાજપે ૮૧ નગરપાલિકા, ૩૧ જિલ્લા અને ૨૩૧ તાલુકા પંચાયતો માટે બુધવારે રાતે ૧૦ વાગ્યા સુધી બે-ત્રણ અપવાદોને બાદ કરતા અધિકાંશ સંસ્થાઓના ઉમેદવારો જાહેર કર્યા નથી.
મોડી રાતે મળતી માહિતી મુજબ કોંગ્રેસ છોડીને ભાજપમાં આવેલા ડાંગના પૂર્વ ધારાસભ્ય મંગળ ગાવિતને ભાજપે ડાંગ જિલ્લા પંચાયતમાં કમળના નિશાને ચૂંટણી લડવા ઉમેદવાર બનાવ્યા છે.
સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના અનેક જિલ્લાઓમાં બારોબાર ફોનથી સુચનાઓ આપવાના ખેલ વચ્ચે જેમની ટિકિટ કપાઈ રહી છે તેવા સેંકડો દાવેદારો સ્થાનિક નેતાઓને ત્યાં દબાણ સર્જતા જોવા મળ્યા હતા. આ તરફ ભાજપે દક્ષિણ ગુજરાતના નવસારી અને ડાંગ જેવા જિલ્લામાં પાલિકા- પંચાયત માટે ઉમેદવારોની યાદીઓ જાહેર કરી તેમાં પણ કેટલાક વોર્ડ અને મતદાર મંડળોના ક્ષેત્રો (જિલ્લા પંચાયતની બેઠકો) માટે નામના સ્થાને ખાલી જગ્યા છોડવામાં આવી હતી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.