નિર્ભયાના દોષિતોને ફાંસીમાં મોડું થવા પર રાજકારણ શરૂ થઇ ગયું છે. ભાજપે ગુરૂવારના રોજ દિલ્હીની આમ આદમી પાર્ટી (AAP) સરકાર પર આરોપ મૂકયો કે રાજ્ય સરકારની ઢીલના લીધે દોષિતોને ફાંસીમાં મોડું થયું છે. કેન્દ્રીય મંત્રી અને ભાજપ નેતા પ્રકાશ જાવડેકરે આપ પર જોરદાર પ્રહારો કરતાં કહ્યું કે ન્યાયમાં મોડુ થવા માટે દિલ્હી સરકાર જવાબદાર છે.
નોટિસમાં મોડું થવા પર આપ સરકાર પર પ્રશ્નો ઉઠ્યા
જાવડેકરે કહ્યું કે છેલ્લાં અઢી વર્ષમાં દિલ્હી સરકારે દોષિતોને દયા અરજી દાખલ કરવા માટે નોટિસ કેમ ના મોકલી? જાવડેકરે કહ્યું કે દેશને હચમચાવતા જે નિર્ભયા કાંડ થયો તેના આરોપી હજુ સુધી ફાંસી પર લટકયા નથી તેનું એક જ કારણ છે. દિલ્હીમાં આમ આદમી પાર્ટીની જે સરકાર છે તેની બેદરકારીના લીધે તેઓ ફાંસી પર લટક્યા નથી. સુપ્રીમ કોર્ટે તેમની અપીલ 2017મા જ નકારી દીધી હતી. તેમને ફાંસીની સજા આપી હતી. એક પ્રક્રિયા હોય છે. તેના અંતર્ગત તિહાડ જેલ પ્રશાસનને નોટિસ આપવી પડે છે કે શું તમારે અરજીઓ આપવાની છે. પરંતુ આ નોટિસ ગયા વર્ષે ઑક્ટોબર સુધી મળી નહોતી. તેમાં અઢી વર્ષ મોડું થયું છે એટલે કે દિલ્હી સરકારની ગુનેગારોના પ્રત્યે સહાનુભૂતિ છે. ડેથ વોરંટ પર સુનવણી દરમ્યાન દિલ્હી સરકારના વકીલ રાહુલ મેહરાએ કહ્યું કે 22મીના રોજ ફાંસી લાગી શકશે નહીં.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.