ભાજપે રાહુલ ગાંધીના આક્ષેપોને પાયાવિહોણા અને અતાર્કીક ગણાવ્યા હતા. કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે જણાવ્યું હતું કે, કોંગ્રેસે અનાજના ભાવ નીચા રાખીને ખેડૂતોના હિતોની અવગણના કરી હતી અને તેમને ગરીબ જ રાખ્યા હતા જ્યારે મોદી સરકારે લઘુત્તમ ટેકાના ભાવ મારફત સ્વામીનાથન પંચના અહેવાલનો અમલ કરી ખેડૂતોને સમૃદ્ધ બનાવ્યા છે.
વડાપ્રધાન મોદી શુક્રવારે રૂ. ૧૮,૦૦૦ કરોડ નવ કરોડ ખેડૂતોના ખાતામાં સીધા જ ટ્રાન્સફર કરશે. આ સાથે ખેડૂતોને સીધા જ તેમના બેન્ક ખાતામાં નાણાકીય સહાયરૂપે કુલ રૂ. ૧.૨૦ લાખ કરોડ અપાશે. આ યોજના આગામી ૧૦ વર્ષ સુધી ચાલશે અને ખેડૂતોને કુલ રૂ. ૭ લાખ કરોડની નાણાકીય સહાય અપાશે. કોંગ્રેસ સત્તામાં હતી ત્યારે તેણે ખેડૂતોને માત્ર રૂ. ૫૩,૦૦૦ કરોડની લોન માફ કરી હતી. આ નાણાં પણ ખેડૂતોને નહોતા અપાયા.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.