વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઝારખંડમાં ચૂંટણી સભા સંબોધી હતી. તેમણે અયોધ્યા, 370 અને નક્સલવાદ જેવા મુદ્દાઓ ઉઠાવ્યા હતા અને કોંગ્રેસ સહિતના વિપક્ષો ઉપર આકરા પ્રહારો કર્યા હતા. મોદીએ કહ્યું હતું કે ભાજપ જે વાયદા કરે છે તે પૂરા પણ કરી બતાવે છે.
ઝારખંડમાં ચૂંટણીસભા સંબોધતી વખતે મોદીએ કહ્યું હતું કે ભાજપે જે વાયદા કર્યા તે પૂરા કરી બતાવ્યા છે. રામ મંદિર બાંધવું, 370 રદ્ કરવી જેવા મુદ્દે સમાધાન લઈ આવવાની કોંગ્રેસ પાસે તક હતી, પણ કોંગ્રેસ આ મુદ્દા ટાળીને માત્ર મત મેળવવાનું જ રાજકારણ કર્યું છે. તેમણે કોંગ્રેસ સહિતના વિપક્ષો ઉપર નક્સલવાદીઓનો ચૂંટણીમાં ઉપયોગ કર્યો હોવાનો પણ આરોપ લગાવ્યો હતો.
ઝારખંડના ડાલ્ટનગંજમાં સભા સંબોધતી વખતે વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે ભાજપ મુશ્કેલ વાયદા પણ પૂરા કરે છે. બધા પાસે સમસ્યા છે, પણ ભાજપ પાસે તેનું સમાધાન છે.
તેમણે કહ્યું હતું કે ભાજપ ઝારખંડના વિકાસ માટે ન્યાયિક પાંચ સૂત્રો પર કામ કરે છે. સિૃથરતા, સુશાસન, સમૃદ્ધિ, સન્માન અને સુરક્ષા માટે ભાજપ કટિબદ્ધ છે. ભાજપે ઝારખંડમાં ભ્રષ્ટાચાર નાબુદ કરવા માટે દિવસ-રાત મહેનત કરી છે અને કથળેલી સિૃથતિ સુધારી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.