હાલ ગણદેવીનાં ધારાસભ્ય નરેશ પટેલની ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ છે. આ ઓડિયો ક્લિપ ધારાસભ્ય નરેશ પટેલ તેમજ દાહોદના આદિવાસી યુવકની આંદોલનને લઇ થયેલ વાતચીત છે રબારી, ચારણ અને ભરવાડ સમાજનાં લોકોને અપાયેલ આદિવાસીઓના ખોટાં પ્રમાણપત્ર મામલે નરેશ પટેલની ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે.
આ ઓડિયો ક્લિપમાં ધારાસભ્ય નરેશ પટેલે આંદોલનને રાજકીય સ્વરૂપ આપતાં આંદોલનને કોંગ્રેસ પ્રેરિત ગણાવ્યું હતું. વાંસદાના ધારાસભ્ય અનંત પટેલે પણ ગાંધીનગર ખાતે આંદોલન છાવણીમાં જઈ આંદોલનકારીઓને સમર્થન આપ્યું છે. ભરૂચ સાંસદ મનસુખ વસાવાએ પણ ગાંધીનગર ખાતે જઈ આંદોલનને સમર્થન આપ્યું છે. તો ઓડિયો ક્લિપમાં ધારાસભ્ય નરેશ પટેલે ભરૂચ સાંસદ મનસુખ વસાવાએ આદિવાસીઓને સમર્થન આપવાની વાતને ભૂલ ગણાવી હતી. ધારાસભ્ય નરેશ પટેલની ઓડિયો ક્લિપને લઈ આદિવાસી યુવાનોમાં નારાજગી ફેલાઈ ગઈ છે.
આ ઉપરાંત ઓડિયો ક્લિપમાં નરેશ પટેલ STના બોગસ સર્ટીફિકેટ અપાતાં હોવાના મામલે પણ વાત કરી હતી. તો વાઇરલ ઓડિયો ક્લિપ મામલે ધારાસભ્ય નરેશ પટેલે કહ્યું કે, ઓડિયો મારો જ છે. વાયરલ થાય તો હું કંઈ ન કરી શકું. આંદોલન કોંગ્રેસ પ્રેરિત છે. આંદોલન છાવણીમાં કોંગ્રેસના લોકોનો કબજો હોવાનો આરોપ નરેશ પટેલે મૂક્યો હતો. સાથે જ મનસુખ વસાવા અંગે તેઓએ કહ્યું કે, મનસુખભાઈ સમાજના વ્યક્તિ તરીકે ગયા હતા.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.