ભાજપના નેતા અલ્પેશ ઠાકોરે દેશમાં ગરીબોનીની સ્થિતિને લઇને કેટલાક સવાલો ઉઠાવ્યા છે. ખેરાલુમાં ઠાકોર સમાજના એક કર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા અલ્પેશ ઠાકોરે દેશમાં ગરીબોની સ્થિતિને લઇને સવાલ ઉઠાવ્યા હતા. અલ્પેશ ઠાકોરે પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે, ગરીબ બધારે ગરીબ ગરીબ બની રહ્યો છે અને અમીર વધારે અમીર બની રહ્યા છે.
અલ્પેશ ઠાકોરે મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, ગરીબોના આંદોલનને સમાજવાદનો ટેગ આપવામાં આવે છે. આજે દેશમાં બે ભાગ છે. એક અમીર છે અને બીજો ગરીબ છે. ગરીબ વધારે ગરીબ બની રહ્યો છે અને અમીર વધારે અમીર બની રહ્યો છે. એટલે તમે ગરીબોના આંદોલનને સમાજવાદનો ટેગ આપો એ વાતથી હું સંમત નથી. હું 100% બક્ષીપંચ અને દલિતની વાત કરીશ પણ એ વાત એટલે કરુ છું કે, એ લોકો વર્ષોથી વિકાસથી વંચિત છે.
ઉલ્લેખનીય છે કે, થોડા દિવસો પહેલા અલ્પેશ ઠાકોરે સરકારના ચેકપોસ્ટ બંધ કરવાના નિર્ણયને લઇને જણાવ્યું હતું કે, પોલીસ ચેકપોસ્ટ હજુ પણ રહેવી જોઈએ કારણ કે, પોલીસ ચેકપોસ્ટ નહીં હોય તો એજ રાજસ્થાનમાંથી ગાડીઓ દારુની હેરફેર થતી હોય છે. ત્યાંથી મોકલેલું ઝેર આપણા વિસ્તારમાં ન આવી જાય, જેમ તીડ ત્યાંથી આવ્યા તેમાં દારૂનું ગાડીઓ ન આવે તેના માટે આપણે નાકાબંધી કરવી પડશે. ત્યારબાદ અલ્પેશ ઠાકોરે LRD ભરતીને લઇને સરકાર સામે આંદોલન કરી રહેલી SC/ST અને OBC સમાજની મહિલા ઉમેદવારોની મુલાકાત કરીને મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખીને SC/ST અને OBC સમાજના ઉમેદવારોને ન્યાય આપવાની માંગણી કરી હતી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.