દેશની રાજધાની નવી દિલ્હીમાં સી.એ.એ. મુદ્દે હિંસા ફાટી નીકળી છે. ત્યારે કેટલાક પ્રબુદ્ધો તેને વર્ષ 2002ની ગુજરાત હિંસા સાથે સરખાવે છે.
વરિષ્ઠ પત્રકાર સુહાસિની હૈદરે લખ્યું,: “CCS (કૅબિનેટ કમિટી ઑન સિક્યૉરિટી)ના એક પણ સભ્ય કે કોઈ વિરષ્ઠ પ્રધાને આ હિંસાને વખોડી નથી. પોલીસને સંદેશ સ્પષ્ટ છે. 1984/2002 મૉડલ છે.”
સ્વરાજ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ યોગેન્દ્ર યાદવે ટ્વીટ કર્યું, “જો તમે દિલ્હીના 1984 (કે ગુજરાતના 2002) જોયા હોય (કે તેના વિશે સાંભળ્યું હોય) અને તેનું પુનરાવર્તન ન ઇચ્છતા હો તો સક્રિય થવાની જરૂર છે.”
ઉલ્લેખનીય છે કે દિલ્હીના શીખવિરોધી રમખાણમાં લગભગ ચાર હજાર શીખોની હત્યા કરી દેવામાં આવી હતી, જ્યારે ગોધરાકાંડ બાદ ગુજરાતભરમાં ફાટી નીકળેલી હિંસામાં લગભગ એક હજાર લોકોનાં મૃત્યુ થયાં હતાં.
જોકે આ હિંસા મામલે દિલ્હી હાઈકોર્ટે સ્પેશિયલ પોલીસ કમિશનરના માધ્યમથી પોલીસ કમિશનરને કહેવડાવ્યું, “(ભાજપના ત્રણ નેતાઓનાં) ભડકાઉ ભાષણ પર FIR નોંધો.”
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.