ભાજપી નેતા દેવેન્દ્ર ઠાકોરે નીતિન પટેલ સામે વર્ગ વિગ્રહ કરાવવાના આરોપ મૂક્યા

7 ફેબ્રુઆરીના રોજ બંધારણીય અધિકાર આંદોલન સમિતિ ગુજરાત દ્વારા મહેસાણામાં SC/ST અને OCB સમાજના વર્ગોને થતા રાજકીય, સામાજિક અને શૈક્ષણિક અન્યાયોને લઇને જનક્રાંતિ આંદોલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સભામાં લોકોને આમંત્રણ આપતી પત્રિકામાં લખવામાં આવ્યું હતું કે, વર્તમાન સરકારમાં બેઠેલા કેટલાક નેતાઓ અનામત વર્ગોને અનેક રીતે અન્યાય કરે છે. જેના વિરુદ્ધમાં મહેસાણાથી સૌ સમાજ સાથે મળી શંખનાદ કરીએ.

પત્રિકામાં એવું પણ લખવામાં આવ્યું હતું કે, બંધારણની વિરુદ્ધમાં જઈને 1-08-2018માં સરકારમાં બેઠેલા નિશ્ચિત નેતાઓના ઇશારે GAD દ્વારા પરિપત્ર જાહેર કરી છેલ્લી આઠ ભરતીઓમાં આપણી દીકરીઓને અન્યાય કર્યો. જે 51 કરતા વધુ દિવસથી પોતાને થયેલા અન્યાયના વિરુદ્ધમાં સમાજ વતી આંદોલન પર બેઠા છે.

બિન અનામત વર્ગોની ગુજરાતના માત્ર 15% જન સંખ્યા છે. જ્યારે SC/ST, OBC એવા અનામત વર્ગોની 85% જનસંખ્યા હોવા છતાં ગુજરાતના તેમની રાજકીય, સામાજિક, સહકારી અને શૈક્ષણિકક્ષેત્રે તેમની અવગણના કેમ?

આ સભામાં ભાજપના બક્ષીપંચ મોરચાના જિલ્લા પ્રમુખ દેવેન્દ્ર ઠાકોરે લોકોને સંબોધતા સમયે મહેસાણાના ધારાસભ્ય અને નાયબમુખ્યમંત્રી નીતિન પટેલની સામે ગંભીર આક્ષેપો કર્યા હતા. ભાજપ જ બક્ષીપંચ મોરચાના પ્રમુખ દ્વારા નાયબ મુખ્યમંત્રી સામે આક્ષેપો કરવામાં આવતા ક્યાંકને ક્યાંક મહેસાણા ભાજપમાં ભડકો હોવાનું શાબિત કરી રહ્યું છે.

બક્ષીપંચ મોરચાના જિલ્લા પ્રમુખ દેવેન્દ્ર ઠાકોરે મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, ઠરાવને કેબીનેટમાં રદ્દ ન કરવા દઈને પાટીદાર સમાજ, સવર્ણ સમાજ અને ગરીબ સમાજ સામસામે આવે તે પ્રકારની નીતિ 60 દિવસ સુધી ચલાવવામાં આવી છે. મહેસાણાના ધારાસભ્ય એક જ છે અને તેમની સામે આક્ષેપ એ જ છે કે, આપ પોતાની ખુરશી માટે 2015થી વર્ગ વિગ્રહ કરાવવાનો જે પ્રયાસ કરાવી રહ્યા છો તે બંધ થવો જોઈએ.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.