દિલ્હીમાં ઓડ-ઇવન સ્કીમનો ભાજપના નેતા વિજય ગોયલ દ્વારા વિરોધ કરાયો. સ્કીમના પહેલાં જ દિવસે ગોયલ ઇવન નંબરવાળી ગાડી લઇને રસ્તા પર નીકળ્યા. તેમણે તેને અરવિંદ કેજરીવાલનો સાંકેતિક વિરોધ ગણાવ્યો. તેના જવાબમાં દિલ્હીના પરિવહન મંત્રી કૈલાશ ગેહલોત ખુદ ફૂલ લઇને વિજય ગોયલને સમજાવા તેમના ઘરે પહોંચ્યા. ગોયલના સાંકેતિક વિરોધના જવાબમાં ગેહલોતે તેમને એખ ફૂલ આપી દિલ્હી સરકારની મુહિમમાં સામેલ થવાનો આગ્રહ કર્યો. ગોયલે પણ ફૂલોના જવાબમાં પરિવહન મંત્રીને માસ્કનું પેકેટ અને એક ફૂલ ગિફ્ટમાં આપ્યું.
વિજય ગોયલે ઑડ નંબરની ગાડી નીકાળી અને માત્ર ઘરની બહાર નીકળ્યા અને મેમે ફડાવી પાછા આવ્યા. તેમણે પોતાના વિરોધની તુલના ગાંધીજી સાથે કરી. ભાજપ સાંસદના ઘરે થોડીક જ વારમાં કૈલાશ ગેહલોત પહોંચ્યા અને તેમને એક ફૂલ ગિફ્ટમાં આપ્યું. ગોયલ અને ગેહલોતની વચ્ચે કેમેરાની સામે જ ઑડ-ઇવનને લઇ ચર્ચા થવા લાગી. જો કે આ આખી વાતચીત દરમ્યાન બંને નેતા સંતુલિત રહ્યા અને ગેહલોત સતત હસતા-હસતા જવાબ આપતા રહ્યા.
ઓડ-ઇવનને ભાજપ સાંસદે ગણાવ્યું નાટક
ગોયલે કહ્યુ કે ઓડ-ઇવનથી ગઇ વખતે પણ કંઇ ફાયદો થયો નહોતો અને આ માત્ર ચૂંટણી નાટક છે. તેમની કાર પર પણ ઓડ-ઇવન એક નાટક લખ્યું છે. વિજય ગોયલ લગભગ 12 વાગ્યાની આસપસ પોતાના ઘરેથી ઇવન નંબરની કારમાં બેસીને આઇટીઓ માટે નીકળ્યા. તેમની સાથે ભાજપના ઉપાધ્યક્ષ શ્યામ જાજૂ પણ હતા. મીડિયા સાથે વાત કરતાં ગોયલે કહ્યું કે તેઓ એટલા માટે વિરોધ કરી રહ્યા છે કારણ કે કેજરીવાલે પાંચ વર્ષ સુધી પ્રદૂષણ ઓછું કરવા માટે કોઇ કામ જ કર્યું નથી. દિલ્હી સરકાર દ્વારા પહેંચવામાં આવતા માસ્ક પર પણ ગોયલે વાત કરી. ગોયલ બોલ્યા કે સરકારે કુલ 50 લાખ માસ્ક વહેંચ્યા જ્યારે વસતી 2 કરોડ છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.