અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તાર ખાતે આવેલી પંચમ સોસાયટીમાં ‘ગાડી કોને હટાવવાનું તું કહે છે. હું ભાજપનો અભિવક્તા છું..’ કહીને ભાજપના નેતા કિશનસિંહ સોલંકી તથા તેના સાગરિતોએ મળીને સોસાયટીના ચોકીદારને જ ઢોર માર માર્યો હતો. જો કે, ત્યારબાદ આ ઘટના અંગેના CCTV પણ સામે આવ્યા હતા અને વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે.
આ બનાવ અંગે પ્રાપ્ત થતી વિગત અનુસાર, ભાજપના અભિવક્તા કિશનસિંહ સોલંકીની કાર પંચમ સોસાયટીના દરવાજા સામે પાર્ક થયેલી હોવાથી હાજર ચોકીદારે તેમને ગાડી અન્ય સ્થળે પાર્ક કરવા જણાવ્યું હતું.
ચોકીદારની આ વાતથી ગુસ્સે ભરાયેલા ભાજપના નેતા અને તેના સાગરિકતોએ ચોકીદારને માર માર્યો હતો. એટલું જ નહીં તું યુ.પીનો ભિખારી છે અને બે પૈસાની નોકરી છે. ગુજરાતમાં કોઈ ગાડી ચાલકને ગાડી હટાવવાનું કહેવાનું નહીં ગાળો પણ ભાંડી હતી. ત્યારે આ ઘટનાના CCTV સામે આવ્યા છે. અને પોલીસ સ્ટેશને ફરિયાદ પણ નોંધાઇ છે.
આ ઘટના સમયે સોસાયટીના ચેરમેન તથા અન્ય લોકોએ વચ્ચે પડીને મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ કિશનસિંહે તેમને પણ ધમકીઓ આપી હતી. કિશનસિંહે કહ્યું હતું કે, હું ગુજરાત ભાજપનો અભિવક્તા છું. કોઈ મારું કશું બગાડી શકશે નહીં. તમને બધાને જોઈ લઈશ કહીને ધમકી આપી હતી. વસ્ત્રાપુર પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.