ભાજપી નેતા કેતન ઈનામદારે આ કારણે રાજીનામું પાછું લીધું

વડોદરાના સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે ધારાસભ્ય પડેથી રાજીનામું આપ્યું હતું ત્યારબાદ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના સભ્યોએ પણ પોતાના રાજીનામાં ધરીદીધા હતા. ગઈ કાલે પ્રદેશ ભાજપ અધ્યક્ષ જીતુ વાઘાણીની સમજાવટ કેતન ઈનામદારે પોતાનું રાજીનામું પાછું લીધું હતું અને જણાવ્યું હતું કે, પ્રજાના કામ નહીં કરનારા સરકારી અધિકારીઓની સામે અમારી સરકાર કડક રહેશે.

કેતન ઈનામદારે રાજીનામું પરત ખેંચ્યા પછી મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, મેં કહ્યું કે મારા પડતર પ્રશ્નોનું નિરાકણ આવે છે તો તેની મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, પ્રદેશ અધ્યક્ષ અને મારા સીનીયર નેતાઓ મારી વાતને ગંભીરતા પૂર્વક લીધી છે. ગઈ કાલેથી આપ જોઈ શકો છો કે, મારી વાતને ગઈ કાલથી પોઝીટીવ લીધી છે. મારી વાત પ્રજાની વાત હતી એટલે તાત્કાલિક તેનું નિરાકરણ લાવવાની ખાતરી આપી છે. અમારા પ્રદેશ અધ્યક્ષે જાહેરમાં આ વાત કરી છે એટલે હું મારું રાજીનામું પાછું ખેંચીશ.

તેમને વધુમાં જણાવ્યું હતું કે, આપણા જીવનમાં બનતા બનાવોમાં આપણે કઈને કઈ શીખતા હોઈએ છીએ મારી પાસેથી સરકાર પણ નાની મોટી ક્ષતિ રહેતી હશે તો તેમાં પણ સરકાર એલર્ટ થશે અને કોઈ ખોટું નથી થવાનું. કોઈ પણ અધિકારી પ્રજા હિતના કાર્યોમાં આડોળાઈ કરશે તો સરકાર તેની સામે કડક રહેશે. હું મીડિયાના માધ્યમથી મારા શુભચિંતક, નગરપાલિકાના, તાલુકા પંચાયતના, જિલ્લા પંચાયતના સભ્યો અને હોદ્દેદારો અને સરપંચોનો હું દિલથી આભાર માનું છું કે, તેઓ મારી લાગણી સાથે જોડાયા અને મને આટલો પ્રેમ આપ્યો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.