એમેઝોનનાં સંસ્થાપક અને સીઇઓ જેફ બેઝોસ હાલમાં ભારતના પ્રવાસ પર છે. આ દરમિયાન તેમણે ભારતમાં 1 અબજ ડોલર એટલે કે લગભગ 7 હજાર કરોડ રૂપિયા ભારતમાં રોકાણ કરવાની જાહેરાત કરી છે. જેફ બેઝોસની આ જાહેરાતના ઠીક એક દિવસ બાદ કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલએ કહ્યિં કે અમેઝોન ભારતમાં એક અબજ ડોલરનું રોકાણ કરી કોઇ અહેસાન નથી કરી રહ્યા.
ગુરૂવારે પીયૂષ ગોયલે કહ્યું,’રોકાણકારો માટે સંદેશ છે કે, તેઓ લેટરને ફોલો કરે અને કાયદાને ધ્યાનમાં રાખે. ભારતમાં 1 અબજનું રોકાણ કરી રોકાણકાર એમેઝોન કોઇ એહેસાન નથી કરી રહ્યું. જો તેઓ નાણાકિય નુક્સાનની ભરપાઇ કરવા માટે 1 અબજ ડોલરનું રોકાણ કરી રહ્યા છે તો સવાલ એ છે કે નુક્સાન કેવી રીતે થયુ. ઓથોરિટી તેનો જવાબ માંગશે.’
રાયસીના ડાયલોગના સમયે ગોયલે આ વાત કહી છે. હવે કયાસ લગાવવામાં આવી રહ્યો છે કે, જેફ બેઝોસથી તેમની મુલાકાત પણ થશે નહી. ગત સમયે એમેઝોન ગણી વખત સરકારની તપાસ હેઠળ આવી ચૂક્યું છે. તેને સૌથી મોટુ કારણ ભારે ડિસ્કાઉન્ટ અને કેટલાક ખાસ સેલર્સ સાથે એક્સક્લુસિવ ટાઇઅપ છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.