પહેલાં કેન્દ્ર સરકારે અને ત્યારબાદ ગુજરાત સરકારે આપેલા આદેશનું પોલીસઉલ્લંઘન કરી રહી છે તેમ છતાં રાજ્ય સરકાર આ બાબતે કોઇ ચંચુપાત કરતી નથી પરિણામે વેપારી વર્ગ નારાજ છે. પોલીસ દંડા મારીને રાત્રે 10.30 પછી દુકાનો, હોટલો અને મોલ બંધ કરાવે છે. ગાંધીનગર અને અમદાવાદમાં હોટલ સંચાલકોને પોલીસના દંડાનો સામનો કરવો પડ્યો છે.
કેન્દ્રની અને રાજ્યની કેબિનેટે દુકાનો, મોલ્સ, થિયેટર્સ અને રેસ્ટોરન્ટને 24 કલાક ખુલ્લારાખવાનો નિર્ણય લીધો હતો. મોડેલ શોપ્સ એન્ડ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટનો અમલ શરૂકરવાની ગુજરાત સરકારે પણ પરવાનગી આપી દીધી છે. રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએમોટાઉપાડે જાહેરાત કરી હતી કે કોઇપણ વ્યવસાયકાર 24 કલાક દુકાન, હોટલ કે મોલ ખુલ્લારાખી શકશે.
આ એક્ટમાં કેટલાક નિયમો અને શરતો પણ લાગુ કરવામાં આવી છે. આ એક્ટમાં સિનેમાગૃહો, બેન્કો, રેસ્ટોરન્ટ અને હોટલો, મોલ્સ અને દુકાનોનો સમાવેશ કરવામાં આવ્યો છે. એક્ટમાં એવી પણ જોગવાઇ કરવામાં આવી છે કે આ તમામ સ્થળોએ મહિલાઓને રાત્રીના સમયે જોબ કરવાની પરમિશન આપવામાં નહીં આવે.
રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે મિડીયાને કહ્યું હતું કે 1લી મે 2019થી નવા આદેશનું પાલન કરવાનું રહેશે પરંતુ ભાજપની સરકારના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાની પોલીસ તેનું પાલન કરતી નથી. અમદાવાદ, ગાંધીનગર કે રાજ્યના અન્ય કોઇ શહેરમાં રાત્રીના 10.30 પછી પોલીસના આંટાફેરા શરૂ થઇ જાય છે. કોઇપણ અનિચ્છનિય બનાવ વિના પોલીસ દંડાપછાડીને વેપારીઓને દુકાનો કે હોટલો બંધ કરાવે છે. આ આદેશનું પાલન પોલીસ કરતી નથી.
ગુજરાત સરકારે 24 કલાક વ્યવસાય શરૂ કરવાની આપેલી પરમિશન કોઇપણ વેપારી બતાવે તો તેને કાયદાનો દુરપયોગ કરીને ફીટ કરી દેવાની ચેતવણી આપવામાં આવે છે. રાજ્યના શહેરી વિસ્તારોમાં હોટલ, રેસ્ટોરન્ટ અને શોરૂમના સંચાલકો તરફથી લાયસન્સ લઇને પોતાનોવ્ યવસાય 24 કલાક ખુલ્લો રાખવા માગતા હોય છે પરંતુ પોલીસના ડરના કારણે રાત્રીના 11 વાગ્યે વ્યવસાયના શટર પાડી દેવા પડતા હોય છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.