ભાજપી નેતા ઉમા ભારતીએ ગાંધી પરિવારને હાંકી કાઢયો, ગણાવ્યું પાકિસ્તાન જોડાણ

ભાજપના વરિષ્ઠ નેતા ઉમા ભારતીએ નાગરિકતા સંશોધન કાયદાનો વિરોધ કરવા પર ગાંધી પરિવાર પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડ્રાને લઈને વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે.

ઉમા ભારતીએ કહ્યું હતું કે, જિન્ના તો હવે રહ્યાં નથી, પરંતુ રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી આજના જિન્ના જ છે જે દેશનું વાતાવરણ ડહોળી રહ્યાં છે અને મુસલમાનોમાં સીએએને લઈને ડર ફેલાવી રહ્યાં છે.

નાગરિક સંશોધિત કાયદા વિરુદ્ધ થઈ રહેલા પ્રદર્શન પર ભાજપના નેતા ઉમા ભારતીનું મોટું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, જિન્ના કોઈ બીજું નહીં, પરંતુ રાહુલ જિન્ના અને પ્રિયંકા જિન્ના છે, જે સીએએ પર મુસલમાનો વચ્ચે માહોલ બનાવી રહ્યાં છે અને ભય ઉભો કરી રહ્યાં છે. શું અમારામાંથી કોઈએ કહ્યું કે સોનિયા ગાંધીના પિતા ઇટાલીમાં મુસોલિનીની સેનાના એક સૈનિક હતા?

સીએએનો વિરોધ પર આકરા પ્રહારો કરતા ઉમા ભારતીએ કહ્યું હતું કે, જે કામ જિન્નાએ દેશના વિભાજન સમયે કર્યું હતું. આ જ કામ હવે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને તેમના બહેન પ્રિયંકા ગાંધી કરી રહ્યાં છે. ભારતના વિભાજન સમય પર જે નફરતનું ઝેર જિન્નાએ ફેલાવ્યું હતું, તે રાહુલ અને તેની બહેન કરી રહ્યાં છે. રાહુલ-પ્રિયંકા એક નવા જિન્ના છે અને ભારતમાં ઝેરી ભાવનાત્મક વિભાજન કરી રહ્યાં છે. પરંતુ અમે તેમ થવા નહીં દેતા એટલે જ આવા કાર્યક્રમોનું આયોજન થઈ રહ્યું છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.