- દિલ્હી હાઈકોર્ટના ત્રીજા સિનિયર જજ જસ્ટિસ મુરલીધર નું પંજાબ હરિયાણા હાઈકોર્ટમાં ટ્રાન્સફર થઈ ગયું છે. જસ્ટિસ મુરલીધર એ બુધવારે દિલ્હીમાં થયેલા રમખાણો પર સુનાવણી કરતા દિલ્હી પોલીસને જોરદાર ફટકાર લગાવી હતી અને નફરત ભરેલા ભાષણ દેનારા વિરુદ્ધ ફરિયાદ નોંધવાનો આદેશ આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે,” દિલ્હી પોલીસની કાર્યપ્રણાલી હું હેરાન છું. શહેરમાં ખૂબ જ હિંસા થઈ ચૂકી છે. અમે નથી ઈચ્છતા કે દિલ્હી ફરીથી ૧૯૮૪ ની જેમ ધમાલ ની સાક્ષી બને. “
હાઇકોર્ટના જજ મુરલીધર એ દ્વારા જે દિવસે આ વાત કહેવામાં આવી, તે જ દિવસે તેમનું પંજાબ અને હરિયાણા કોર્ટમાં ટ્રાન્સફર થઈ ગયું હતું. જોકે સુપ્રીમ કોર્ટ કોલેજિયમ દ્વારા જજ મુરલીધરન ના ટ્રાન્સફર ની ભલામણ 12 ફેબ્રુઆરીથી જ કરી દેવામાં આવી હતી, જેને બુધવારે ચુકાદા બાદ તરત જ મંજૂરી મળી ગઈ.
જસ્ટિસ મુરલીધરના ટ્રાન્સફર ને લઈને કાયદા અને ન્યાય મંત્રાલય માં ન્યાય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલ નોટિસમાં લખ્યું છે કે,” ભારતના બંધારણના અનુચ્છેદ 222 ના ખંડ (1) દ્વારા પ્રદાન કરવામાં આવેલ શક્તિનો ઉપયોગ કરીને રાષ્ટ્રપતિ, ભારતના મુખ્ય ન્યાયાધીશ સાથે વિચાર-વિમર્શ કરીને દિલ્હી હાઈકોર્ટના જસ્ટિસ એસ મુરલીધરને સ્થાનાંતરિત કરે છે. તેમને પંજાબ અને હરિયાણા હાઈકોર્ટમાં પોતાના પદનો કાર્યભાર સંભાળવા માટે નિર્દેશ આપવામાં આવે છે. “
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.