હાલમાં દિલ્હીમાં ચૂંટણી માટેની મતદાન પ્રક્રિયા ચાલી રહી છે. જેમાં ભાજપા અને આમ આદમી પાર્ટી બંનેએ પોત-પોતાની જીતનો દાવો કરી રહી છે. ગૃહમંત્રી અમિત શાહે દાવો કર્યો કે, આ વખતે ચૂંટણીમાં તેમની પાર્ટી 45થી વધુ સીટો જીતી રહી છે. તો ચૂંટણી પહેલાના સરવેમાં જોવા મળ્યું કે ફરી એકવાર આમ આદમી પાર્ટી સરળતાથી સત્તામાં આવી શકે છે.
તો બીજી બાજુ વોટિંગ પહેલા મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે, મને હનુમાનજીનો આશીર્વાદ મળ્યો છે. પત્ની સુનીતા કેજરીવાલે કહ્યું કે, અમારી જીત પાક્કી છે. 5 વર્ષમાં અમારી સામે ઘણાં પડકારો રહ્યા, અને દરેક પડકારોનો સામનો કર્યો. અમને અમારી જીત પર પૂરો વિશ્વાસ છે.
ભારતીય જનતા પાર્ટીના આ વરિષ્ઠ નેતા અને રાજ્યસભા સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ ટ્વીટ કરતા કહ્યું, ઝાડૂને મારા વોટ વિના જ જોઈએ એવા વોટ મળી રહ્યા છે. બજેટ ગુગલી બાદ મારે ખાસ કરીને મારા ભાજપા કાર્યકર્તાઓની સાથે ઊભા રહેવું પડશે. ભાજપા નેતાની આ ટ્વીટ બાદ એવો પણ અંદાજો લગાવવામાં આવી રહ્યો છે કે તેમણે નાણામંત્રી સીતારમન પર તેમના બજેટને લઈને કટાક્ષ કર્યો છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.