ભાજપના હારેલા ઉમેદવાર જ પડ્યા સામે,કોમલ પટેલે સોશિયલ મીડિયા પર કરી ટીકા

સુરતમાં ભાજપ નેતાઓ જ્યારે બંગાળની હિંસાનો વિરોધ કરવા નીકળ્યા ત્યારે તેમણે વિરોધનો સામનો કરવો પડ્યો હતો.

ગુજરાતમાં કોરોના વાયરસના કારણે જે રીતે કેસ વધ્યા અને દર્દીઓને સુવિધાના અભાવે મુશ્કેલીનો સામમો કરવાનો વારો આવ્યો હતો. આવામાં પ્રજામાં જન પ્રતિનિધિઓ સામે રોષ જોવા મળી રહ્યો છે ત્યારે ભાજપના જ કાર્યકરો ખૂલીને ભાજપના મોટા નેતાઑ સામે બોલવા લાગ્યા છે.

સુરતના પૂણા ગામના ભાજપના હારેલા મહિલા ઉમેદવાર કોમલ પટેલે શહેરના મેયર હેમાલી બોઘાવાલાને જબરી સંભળાવી છે. કોમલ પટેલે સોશ્યલ મીડિયાના માધ્યમથી નિશાન સાધતાં કહ્યું કે લોકો મરે છે તે સમયે મેયર વિરોધ કરવા નિકળ્યા છે, લોકોને ઓક્સિજન, રેમડેસિવિર નથી મળી રહ્યા.

ભાજપનો આક્ષેપ છે કે, ટીએમસી કાર્યકરો દ્વારા પોતાના કાર્યકરોને નિશાન બનાવાઈ રહ્યા છે. જેના વિરોધમાં ભાજપના કાર્યકરોએ આજે રાજ્યભરમાં પ્રતિકાત્મક ધરણા યોજ્યા હતા. પરંતુ  ધરણા કાર્યક્રમમાં ભાજપના કાર્યકરોને  સુરતમાં સારો અનુભવ ન થયો.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.