ભાજપના જ દિગ્ગજ નેતા અને સાસંદના આક્ષેપ:અમારા જીલ્લામાં છે દારુની રેલમછેલ,પોલીસની મહેરબાનીથી રેતી ખનન..

અમરેલી જિલ્લામાં સુશાસનના ધજિયા ઉડતા હોવાના ભાજપના વરિષ્ઠ નેતા દિલીપ સંઘાણીએ કર્યો હતો દાવો.તેમણે કહ્યું હતું કે, અમરેલીમાં દારૂના ખુલ્લેઆમ અડ્ડા ચાલે છે.

ભાજપના (BJP) બે કાર્યકરો ઈજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. રાજ્યના દિગ્ગજ રાષ્ટ્રીય સહકારી નેતા અને સરકારમાં મંત્રી રહી ચુકેલા દિલીપ સંઘાણીએ અમરેલી પોલીસના ઉચ્ચ અધિકારીને ફોન પર જે સંભળાવ્યું છે તે ચોંકાવનારું છે.

અમેરલીના ભાજપ નેતા અને સહકારી આગેવાન દિલીપ સંઘાણીએ (Dilip Sanghani) મારા શહેરમાં દારૂની રેલમછેલ છે. પોલીસના આશિર્વાદથી રેતી ખનન થાય છે.

તેમણે કહ્યું, અમરેલીમાં દારૂના ખુલ્લેઆમ અડ્ડા ચાલે છે. ઉપરાંત રેતી માફિયાનું પણ ચાલતું હોવાનું આરોપ લગાવ્યો હતો. તેમણે ગોરખધંધાનો પર્દાફાશ કરવાની પોલીસને ધમકી આપી હતી.

અમરેલીના એએસપી અભય સોની  પર ભાજપના કાર્યકરને ફટારવાનો આરોપ લાગ્યો હતો. પ્રદેશ પ્રમુખ સી આર પાટીલના આગમન પહેલા વેક્સિનેશન કેમ્પમાં બેનર લગાવતી વખતે પોલીસે બે કાર્યકરોને માર માર્યા બાદ સહકારી નેતા દિલીપ સંઘાણી અને સાંસદ નારણ કાછડિયાએ રોષ વ્યક્ત કર્યો હતો.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.