પશ્વિમ બંગાળની ચુનચુરા વિધાનસભાની બેઠકમાંથી, ભાજપના મેન્ટેડ પર અભિનેત્રી લોકેટ ચેટર્જીએ, ઝૂકાવ્યું હતું

પશ્વિમ બંગાળની ચુનચુરા વિધાનસભાની બેઠકમાંથી ભાજપના મેન્ટેડ પર અભિનેત્રી લોકેટ ચેટર્જીએ ઝૂકાવ્યું હતું, પરંતુ ટીએમસીના અસિત મજુમદારે તેને પરાજય આપ્યો હતો. ભાજપના જ મેન્ટેડ પર અભિનેત્રી પાયલ સરકારે બેહલાની બેઠક પરથી ચૂંટણી લડી હતી, જેમાં તેનો ટીએમસીની રત્ના ચેટર્જી સામે પરાજય થયો હતો.

તૃણમૂલ કોંગ્રેસે સાયોની ઘોષને આસનસોલ દક્ષિણની બેઠક પરથી ટિકિટ આપી હતી, પરંતુ ભાજપના અગ્નિમિત્ર પોલ સામે તેની હાર થઈ હતી. મિદનાપુર વિધાનસભાની બેઠક પરથી મમતા દીદીએ જૂન માલિયાને મેદાનમાં ઉતારી હતી.

અગાઉ બંગાળની લોકસભામાં પણ મમતા દીદીએ અભિનેત્રીઓને મેદાનમાં ઉતારીને ધારી સફળતા મેળવી હતી. તમિલનાડુની વિધાનસભાની ચૂંટણીમાં ખુશ્બુ સુંદરે ઝંપલાવ્યું હતું. ભાજપની ટિકિટ પર ખુશ્બુએ થાઉલેન્ડ લાઈટ્સ વિસ્તારની વિધાનસભાની બેઠકમાં ઝંપલાવ્યું હતું.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.