પંચમહાલ જિલ્લાના મોરવા હડફની પેટાચૂંટણીની મતગણતરી સરકારી વિનિયન કોલેજ ખાતે ચાલી રહી છે. મતગણતરી વચ્ચે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને મતગણતરી કેન્દ્રમાં આવતા દરેક વ્યક્તિએ પોતાનો કોરોનાનો નેગેટિવ રિપોર્ટ સાથે રાખવાનું પણ કહેવામાં આવી રહ્યું છે.
ભાજપના ઉમેદવાર નિમિષા સુથાર બીજા રાઉન્ડના અંતે આગળ ચાલી રહ્યા છે. નિમિષા સુથાર વર્ષ 2012ની પેટાચૂંટણીમાં ધારાસભ્ય બન્યા હતા અને તેઓ જિલ્લા ભાજપના પ્રમુખ તરીકેની જવાબદારી પણ નિભાવી ચુક્યા છે.
ભાજપના ઉમેદવાર નિમિષા સુથાર કોંગ્રેસના ઉમેદવાર કરતા 5572 મતથી આગળ ચાલી રહ્યા છે. બીજા રાઉન્ડના અંતે કોંગ્રેસના ઉમેદવારને 1491 મત જ મળ્યા છે.
તમામ રાઉન્ડની અંદર ભાજપના ઉમેદવાર જ આગળ રહેશે. આ ઉપરાંત તેમણે એવું પણ જણાવ્યું હતું કે, પ્રચારમાં અમને કોંગ્રેસના કાર્યકર્તાઓ પણ નહોતા દેખાયા અને જન પ્રતિનિધિઓ પણ અમને નહોતા દેખાયા. કદાચ તેઓ ક્યાંક ટીવીમાં બેઠા હશે પરંતુ અમને ગ્રાઉન્ડ લેવલ પર તેઓ દેખાતા ન હતા. મતદાન ઓછું થયું છે ત્યારે ઘણા લોકોને એવું લાગે છે મતદાન ઓછું થયું છે એટલે ભાજપ જીતે પરંતુ જે મતદાન થયું છે તે મતદાન ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ પોતાની સંગઠનશક્તિના આધારે કરાવ્યું છે.
દેવુસિંહ ચૌહાણ એવું પણ જણાવ્યું હતું કે, કોંગ્રેસનું કામ માત્ર આક્ષેપો કરવા નાની-નાની વાતોને લઈને વિવાદ કરવા અને અમે એવું નથી કહેતા કે, સરકારથી કોઈ ભૂલ ન થાય પરંતુ સરકારની ભૂલ બાબતે ધ્યાન ખેંચવું તે પણ કામ વિપક્ષે કરવું જોઈએ પરંતુ આ કામ પણ વિપક્ષ કરી રહ્યું નથી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.