શહેરના નરોડા વોર્ડના ભાજપના ગ્રુપમાં જાણે બિભસ્ત વિડિયો અને ફોટા મોકવાની હોડ લાગી હોય તેમ એક પછી એક ગ્રુપમાં આવી અશ્લીલતા વારંવાર મુકાતા અનેક તર્ક વિતર્ક ઉઠવા પામ્યા છે. આજે પણ નરોડા વોર્ડ બીજેપી લખેલા ગ્રુપમાં અશ્લીલ ફોટા ગ્રાફ મુકાયો અને તેને પાછો એક પૂર્વ મહામંત્રીએ રિપીટ કરતા ચર્ચાનો વિષય બન્યો છે. અગાઉ ભાજપના નરોડા-૧૨-મોદી ફીર સે ગ્રુપમાં પૂર્વ મહિલા મંત્રી સહિતની મહીલા હોદ્દેદારો હોવા છતાં 70 જેટલા અશ્લીલ વિડિયો મહામંત્રી ગૌતમ પટેલે મુકયા હતા. તેમ છતાં ફક્ત નોટીસ આપી આ મામલો દબાવી દેતાં અસારવા ગ્રુપ અને ફરી ભાજપ ગ્રુપમાં આવી અશ્લીલ વિડિયો મુકવાની હરીફાઇ લાગી હોય તેવી ચર્ચા ઉઠવા પામી છે.
નરોડા વોર્ડ બીજેપી લખેલા ગ્રુપમાં એક વ્યક્તિ દ્વારા બિભસ્ત ફોટો મુકવામાં આવ્યો હતો. આ જ ફોટાને વિનોદ આસનાની દ્વારા રિપીટ કરવામાં આવ્યો હતો. આમ ગ્રુપમાં મહિલાઓ સહિતના હોદ્દેદારો હોવા છતાં બિભસ્ત ફોટા મુકાતા ફરી જુના વિડિયો કાંડ પણ ચર્ચામાં આવ્યા હતા. અગાઉ નરોડાના નરોડા-12- મોદી ફિર સે નામના ગ્રુપમાં 70 જેટલા અશ્લીલ વિડિયો મુકવામાં આવ્યા હતા. આ ગ્રુપમાં ભાજપ સરકારના મંત્રી આર.સી.ફળદુ તથા પૂર્વ મહિલા મંત્રી નિર્મલા વાધવાણી અને મહિલા હોદ્દેદારો હતો આ ગ્રુપ બંધ પણ કરવામાં આવ્યું હતુ.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.