ભાજપને આંચકો, કોંગ્રેસના ભગા બારડ તાલાળાના MLA તરીકે યથાવત રહેશે

કોંગ્રેસના તાલાળા મત વિસ્તારના ધારાસભ્ય ભગવાનભાઇ બારડ (ભગા બારડ)નું ધારાસભ્યપદ રદ કરવાના સરકારના નિર્ણય સામે હાઇકોર્ટે તેમનું ધારાસભ્ય પદ યથાવત રાખવાનો ચુકાદો આપ્યો છે. આ ચુકાદાના પગલે વિધાનસભામાં સરકારે ભગા બારડને ધારાસભ્ય તરીકે યથાવત રાખ્યા છે.

સુત્રાપાડા કોર્ટે 2 વર્ષ અને 9 મહિનાની સજા ફટકારતા વિધાનસભા અધ્યક્ષે ભગવાન બારડને ધારાસભ્યપદેથી સસ્પેન્ડ કર્યાં હતા. જેને પગલે ચૂંટણીપંચે તાલાલા બેઠકની પેટાચૂંટણી જાહેર કરી હતી. તેની સામે ભગવાન બારડ હાઈકોર્ટમાં ગયા હતા. આ પહેલા ભગવાન બારડને ગત માર્ચમાં 1995ના ખનીજ ચોરીના કેસમાં સુત્રાપાડા કોર્ટે બે વર્ષ 9 માસની સજા ફટકારી હતી. જેની સામે ભગવાન બારડે ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી હતી.

ખનિજ ચોરીના કેસમાં સૂત્રપાડા કોર્ટે 1લી માર્ચના રોજ કોંગીના ધારાસભ્ય ભગા બારડને સજા ફટકારી હતી. આ સજાના હુક્મ સામે સેશન્સ કોર્ટે મનાઈહુક્મ આપી દીધો હતો. સેશન્સ કોર્ટના હુક્મ સામે રાજય સરકારે હાઇકોર્ટમાં અપીલ કરી હતી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.