ભાજપને ગુમાવવી પડી સત્તા,જલગાંવ નગરપાલિકામાંથી ભાજપની સત્તા સમાપ્ત

ભાજપના 27 કોર્પોરેટરોએ પક્ષપલટો કરીને શિવસેનામાં સામેલ થઈ જતાં બંને પદ પર શિવસેનાના ઉમેદવારો જીત્યા હતા.

સાંગલીમાં એનસીપી-કોંગ્રેસ ગઠબંધનને જીત મળી છે, જ્યારે કે જલગાંવના ભાજપના વરિષ્ઠ નેતા ગિરીશ મહાજન આ વિસ્તાર અને નગરપાલિકા પર દબદબો હતો.

શિવસેનાના કાઉન્સિલરોની સંખ્યા 40 થઈ ગઈ હતી. મેયરની ચૂંટણીમાં અપક્ષ સભ્યોએ પણ શિવસેનાને ટેકો આપતા સત્તા શિવસેનાના હાથમાં ગઈ હતી.

જલગાંવમાં ભાજપછોડનારા કાઉન્સિલરોને થાણેની એક હોટલમાં અલગ રાખવામાં આવ્યા હતા. ત્યાંથી જ તેમણે મતદાનની પ્રક્રિયામાં ભાગ લીધો હતો. અહીં શિવસેનાના ઉમેદવાર જયશ્રી મહાજને મેયર પદ પર વિજય મેળવ્યો, જ્યારે ડેપ્યુટી મેયર પદ માટે કુલભૂષણ પાટિલ જીત્યા.

શિવસેનાના નેતાઓએ દાવો કર્યો છે કે મ્યુનિસિપલ કાઉન્સિલરોએ ભાજપને નકારી કાઢ્યો હતો કારણ કે ત્યાં તેમને તેમના અધિકાર મળતા નહોતા. જલગાંવના સંરક્ષક મંત્રી ગુલાબરાવ પાટીલે કહ્યું કે કાઉન્સિલરો શિવસેના પ્રમુખ અને મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે અને એકનાથ શિંદેના સંપર્કમાં હતા.

” તાજેતરમાં એનસીપીમાં જોડાયેલા એકનાથ ખડસેએ જણાવ્યું હતું કે, જલગાંવમાં ભાજપે સત્તા સંભાળી હતી, પરંતુ છેલ્લા 2.5 વર્ષમાં ઘણાં સ્થાનિક પ્રશ્નો પાણી અને ગટરના મુદ્દા સામેલ છે, તેનું નિરાકરણ ન થતાં નાગરિકો અને કાઉન્સિલરો નાખુશ હતા. “

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.