પંજાબ સ્થાનિય સ્વરાજના ચૂંટણીમાં પરિણામો ભાજપને હારનો સામનો કરવો પડ્યો છે.
પંજાબ સ્થાનિય સ્વરાજની ચૂંટણીમાં ભાજપની હાર થતાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ગુરુવારે પ્રતિક્રિયા આપી છે. તેમણે ચૂંટણીના પરિણામો સાથે જોડાયેલા એક સવાલના જવાબમાં કહ્યું કે પંજાબમાં આવનારા સમયમાં તેમની પાર્ટીનો રોલ મોટો થવાનો છે. અત્યાર સુધી આ રોલ મર્યાદિત હતો. ખેડૂત આંદોલનની વચ્ચે થયેલી ચૂંટણીમાં કોંગ્રેસને બઠિંડા, હોંશિયારપુર, કપૂરથલા, અબોહર, બટાલા તથા પઠાનકોટમાં જબરજસ્ત જીત મળી છે.
અમે અમારી પાર્ટીને આગળ વધારીશું
એક ન્યૂઝ ચેનલના કાર્યક્રમમાં પંજાબ ચૂંટણી પર પૂછાયેલા સવાલમાં અમિત શાહે કહ્યું કે પંજાબમાં અત્યાર સુધી અકાળી દળ અને ભાજપનું ગઠબંધન હતુ. લિમિટેડ રોલ હતો. હવે પંજાબમાં અમારો રોલ મોટો થશે. જો કે આ કામ કોઈ રાતો રાત નથી થતુ.
દિલ્હીની અનેક બોર્ડર પર ચાલી રહેલા ખેડૂત આંદોલનને લઈને અમિત શાહે કહ્યું કે એમએસપી વિશે અમે સ્પષ્ટ કરી દીધું છે તે ચાલુ રહેશે. પહેલા એમએસપી પર કાયદો ન હોતો પરંતુ અત્યાર સુધી આંદોલન કેમ ન થયું.
આ ઉપરાંત પાર્ટીએ 109 નગર પરિષદ તથા નગર પંચાયતોમાં પણ મોટા સ્તર પર જીત મેળવી છે. આ રીતે શહેરમાં સ્થાનીય સ્વરાજની ચૂંટણીમાં વિપક્ષી દળોના સુપડા સાફ થઈ ગયા છે. આ સ્તર પર 1817 વોર્ડમાં કોંગ્રેસને 1102 વોર્ડ પર જીત મળી છે. શિઅદને 252, આપને 51, ભાજપને 29 તથા બસપાને 5 સીટો મળી છે. આ ઉપરાંત 374 નિર્દલીય ઉમેદવારોની જીત થઈ છે.
કૃષિ મંત્રીએ કહ્યું કે મ્યૂનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીના પરિણામોને ખેડૂત આંદોલન સાથે જોડવું યોગ્ય નથી. અમે પંજાબમાં નબળા હતા અને અકાલી દળની સાથે ચૂંટણી લડી રહ્યા હતા. પરંતુ આ વખતે અલગથી લડી રહ્યા છીએ. જેના કારણે અમને નુકસાન થયું. તોમર આસામમાં ભાજપના ચૂંટણી પ્રભારી છે. જ્યાં ભાજપની સરકાર છે અને ફરી સત્તામાં આવવાનો પડકાર છે. આ ઉપરાંત તોમરે કહ્યું કે અમે પ્રદર્શનકારી ખેડૂતોના નિયમિત સંપર્કમાં છીએ.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.