ભક્તોની શ્રદ્ધા અને આસ્થાને ઠેસ ના પહોંચે તે ઈરાદે સુરત મહાનગર પાલિકા દ્વારા શ્રાવણ માસના દર સોમવારે કતલખાના બંધ રાખવાનો આદેશ કર્યો..

આગામી તા. 5 ઓગસ્ટથી પવિત્ર શ્રાવણ માસનો આરંભ થવા જઈ રહ્યો છે. આ મહિનામાં ભક્તો શિવની ઉપાસના કરતા હોય છે. શ્રાવણ મહિનાના સોમવારે ભક્તો ઉપવાસ(Surat Corporation) રાખતા હોય છે, ત્યારે ભક્તોની શ્રદ્ધા અને આસ્થાને ઠેસ ના પહોંચે તે ઈરાદે સુરત મહાનગર પાલિકા દ્વારા શ્રાવણ માસના દર સોમવારે કતલખાના બંધ રાખવાનો આદેશ કર્યો છે.

કતલખાના બંધ કરવા માટેનો ઠરાવ

આગામી દિવસોમાં હિન્દુઓનો પવિત્ર શ્રાવણ માસ આવી રહ્યો છે ત્યારે પાલિકા દ્વારા પણ લોકોની લાગણીને ધ્યાને રાખીને દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રાવણ મહિનાના દરેક સોમવારે સુરત મહાનગરપાલિકા સંચાલિત તમામ કતલખાના બંધ રાખવાનો આદેશ જાહેર કર્યો છે.

સુરત મહાનગરપાલિકાની સ્થાયી સમિતિએ વર્ષ 2014 થી શ્રાવણ મહિનાના દરેક સોમવારે પાલિકા સંચાલિત કતલખાના બંધ કરવા માટેનો ઠરાવ કર્યો છે. આ ઠરાવને આધારે આ વર્ષે પણ શ્રાવણ માસના દર સોમવારે એટલે કે 5 ઓગષ્ટ, 12 ઓગષ્ટ, 19 ઓગસ્ટ અને 26 ઓગસ્ટ તથા 2 સપ્ટેમ્બર એમ શ્રાવણ મહિનાના પાંચ સોમવારે પાલિકા સંચાલિત કતલખાના બંધ રહેશે.

સ્થાયી સમિતિમાં વર્ષ 2014માં ઠરાવ પાસ થયો હતો

લોકોની ધાર્મિક લાગણીને ધ્યાનમાં રાખી સુરત મહાનગરપાલિકાએ આ વર્ષે શ્રાવણ મહિનાના દરેક સોમવારે પાલિકા સંચાલિત તમામ કતલખાના બંધ રાખવાનો નિર્ણય લીધો છે. દર વર્ષે શ્રાવણ માસના તમામ સોમવારના રોજ પાલિકા સંચાલિત કતલખાના બંધ રાખવામાં આવે છે. આ માટે સ્થાયી સમિતિમાં વર્ષ 2014માં ઠરાવ પાસ થયો હતો. જેના અનુસંધાને આ વર્ષે પણ શ્રાવણ માસના દર સોમવારે કતલખાના બંધ રાખવામાં આવશે.

સૂચનાનો ભંગ કરશે તો કાર્યવાહી થશે

આ વખતે શ્રાવણ માસની વાત કરવામાં આવે તો 5, 12, 19, અને 26 ઓગસ્ટ તેમજ 2 સપ્ટેમ્બરના રોજ કતલખાના શ્રાવણ સોમવાર હોવાના કારણે બંધ રહેશે. આ સિવાય 26 ઓગસ્ટના રોજ જન્માષ્ટમી છે. આ અંગે સુરત મહાનગરપાલિકા એ જાહેર નોટિસ પણ પ્રસિદ્ધ કરી છે. જો કોઈ સૂચના નો ભંગ કરશે તો તેમની સામે કાર્યવાહી પણ કરવામાં આવશે

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.