મહુવા તાલુકાના ભાણવડીયા ગામે આજે સવારે મજુરી કામે જતી યુવતી પર એકતરફી પ્રેમમાં પાગલ ગામના જ યુવાને રસ્તામાં જ આંતરી લોખંડના પાઇપ ફટકારી હત્યા કરી નાસી છુટ્યાનો બનાવ બનતા ચકચાર મચી જવા પામી છે. મહુવા તાલુકાના ખુટવડા પોલીસ તાબા હેઠળ આવેલ ભાણવડિયા ગામે રહેતી યુવતીના પ્રેમમાં એક તરફી પાગલ યુવાને લગ્ન કરવાનું દબાણ કરી વારંવાર હેરાન પરેશાન કરતા આ જ ગામે રહેતા યુવાને કામે જઈ રહેલી યુવતી પર લાકડી વડે હુમલો કરી છાતી અને માથાના ભાગે લાકડી ના જીવલેણ ઘા જીકી મોતને ઘાટ ઉતારી સ્થળ છોડી નાસી છૂટ્યો હતો આ ઘટનાની જાણ થતા ની સાથે જ ખુંટવડા પોલીસ મથકનો કાફલો સ્થળ. પર દોડી ગયો હતો અને મૃતદેહને પીએમ અર્થે મોકલી ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી હતી ભાણવડિયા ગામે રહેતી ચંદ્રિકાબેન મનુભાઈ ગોહેલ ઉંમર વર્ષ 23 ને આ જ ગામે રહેતો અશ્વિન દેવાભાઈ ચુડાસમા વારંવાર પાછળ ફરી પોતાની સાથે લગ્ન કરવાનું દબાણ કરતો હતો દરમ્યાનમાં યુવતી ચંદ્રિકાબેન અશ્વિન દેવાભાઈ ચુડાસમા ના તાબે નહીં થતાં ઉશ્કેરાયેલા અશ્વિને બહેનપણી અને બેન સાથે કામે જઇ રહેલી મૃતક ચંદ્રિકાબેન ને રસ્તામાં આંતરી છાતીના ભાગે લાકડીનો મરણ તોલઘા જીપી દીધો હતો દરમિયાનમાં ચંદ્રિકાબેન રસ્તા પર ફટકાયા હતા ત્યારે ખુન્નસમાં આવેલા અશ્ચિને પેટ તથા માથાના ભાગે લાકડીઓના મરણ તોલ ઘા જીકી દીધા હતા તેવામાં બહેનપણી અને ચંદ્રિકાબેન ની બહેન બચાવવા છતાં બહેનને પણ લાકડી વડે ગંભીર માર માર્યો હતો દરમિયાનમાં ચંદ્રિકાબેન નું મોત નિપજાવી અશ્વિન સ્થળ પરથી નાસી છૂટ્યો હતો આ ઘટનાની જાણ થતા ની સાથે જ ખુંટવડા પોલીસ મથકનો સ્ટાફ સ્થળ પર પહોંચી મૃતદેહ ને પીએમ અર્થે ખસેડી ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી હતી બનાવ અંગે મૃતક યુવતીની સાથે રહેલી અન્ય યુવતીઓએ ઘટના અંગેનું મીડિયા સમક્ષ વર્ણન કર્યું હતું અને અશ્રીન નામનો શખ્સ છેલ્લા કેટલાય દિવસથી ટોર્ચર કરતો હોવાનું પણ જણાવ્યું હતું. આ અંગે પોલીસે ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે. એક તરકી પ્રેમમાં પાગલ યુવાને યુવતીનું હીમ ઢાળી દીધું :
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.