ભારતમાં 24 કલાકમાં કોરોનાના 49,136 કેસ, વધુ 758નાં મોત

– દેશમાં કોરોનાના કુલ 13.34 લાખ કેસ, મૃત્યુઆંક 31,353

– ભારતમાં કોરોનાનો મૃત્યુદર ઘટીને 2.38 ટકા, રિકવરી રેટ 63.42 ટકા થયા, 8.46 લાખ દર્દી સાજા થયા : કેન્દ્ર સરકાર

 

ભારતમાં એક દિવસમાં કોરોનાના કેસ અડધો લાખે પહોંચ્યાના બીજા દિવસે નવા કેસમાં આંશિક ઘટાડો જોવા મળ્યો હતો તેમજ દૈનિક મોતના આંકડામાં પણ ઘટાડો આવ્યો હતો.

દેશમાં શુક્રવારે 24 કલાકમાં કોરોનાના નવા 49,136 કેસ નોંધાયા હતા જ્યારે વધુ 758નાં મોત નીપજ્યાં હતા. આ સાથે દેશમાં કોરોનાના કુલ કેસની સંખ્યા 13,34,409 થઈ ગઈ છે, જેમાંથી 8,46,320 દર્દીઓ સાજા થઈ ગયા છે. કોરોનાનો કુલ મૃત્યુઆંક 31,353 થયો છે તેમ પીટીઆઈની રાજ્યવાર ટેલીમાં જણાવાયું હતું.

જોકે, દેશમાં કોરોનાની વકરી રહેલી સિૃથતિ વચ્ચે સ્વાસ્થ્ય મંત્રાલયે દાવો કર્યો હતો કે ભારતમાં કોરોનાનો મૃત્યુદર ઘટીને 2.38 ટકા થયો છે જ્યારે રિકવરી રેટ વધીને 63.45 ટકા થયો છે. દરમિયાન એઈમ્સમાં શુક્રવારે ભારતની પ્રથમ સ્વદેશી રસીના ફેસ-1 હ્યુમન ક્લિનિકલ ટ્રાયલની શરૂઆત થઈ હતી.

ભારતમાં કોરોનાના દૈનિક કેસમાં નોંધપાત્ર ઉછાળાની સાથે સાજા થઈ રહેલા દર્દીઓની સંખ્યા પણ સતત વધી રહી છે. શુક્રવારે દેશમાં 24 કલાકમાં કોરોનાના 32,641 દર્દી સાજા થયા હતા. આમ, દેશમાં રિકવરી રેટ 63.42 ટકા થયો હતો તેમ સ્વાસ્થ્ય મંત્રાલયે શુક્રવારે જણાવ્યું હતું.

સ્વાસ્થ્ય મંત્રાલયે ઉમેર્યું હતું કે, ભારતમાં કોરોનાથી મૃત્યુદર ઘટીને 2.38 ટકા થયો છે. વધુમાં દેશમાં 23મી જુલાઈ સુધીમાં કોવિડ-19ના ટેસ્ટિંગ માટે કુલ 1,54,28,170 સેમ્પલ્સ લેવાયા છે, જેમાંથી ગુરૂવારે એક જ દિવસમાં 3,52,801 સેમ્પલ લેવાયા હતા.

આ બાબત દર્શાવે છે કે ભારતમાં પ્રતિ 10 લાખ વ્યક્તિએ 1,1179.83 ટેસ્ટ થયા છે, જે ‘ટેસ્ટ, ટ્રેક એન્ડ ટ્રીટ’ વ્યૂહરચના અપનાવ્યા પછી ટેસ્ટિંગમાં સિૃથર વધારો થઈ રહ્યો છે તેમ સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું હતું.

દરમિયાન કોરોના સામે લડવા માટે ભારતમાં બનેલી સૌપ્રથમ સ્વદેશી રસી ‘કોવેક્સિન’નું ફેસ-1 હ્યુમન ક્લિનિકલ ટ્રાયલ એઈમ્સમાં શરૂ થઈ ગયું હતું. શુક્રવારે 30 વર્ષીય યુવાનને કોવેક્સિનના ઈન્જેક્શનનો પ્રથમ ડોઝ અપાયો હતો.

એઈમ્સમાં ગયા શનિવાર સુધીમાં 3,500થી વધુ સ્વયંસેવકોએ રસીના પોતાના પર પરિક્ષણ માટે નોંધણી કરાવી હતી, તેમાંથી 22 લોકોના સ્ક્રિનિંગ કરવામાં આવ્યા છે તેમ એઈમ્સમં સેન્ટર ફોર કોમ્યુનિટી મેડીસીન સેન્ટરના પ્રોફેસર ડૉ. સંજય રાયે જણાવ્યું હતું.

તેમણે ઉમેર્યું હતું કે, દિલ્હી નિવાસી યુવાનને 0.5 મીલી ઈન્ટ્રામસ્ક્યુલર ઈન્જેક્શનનો પ્રથમ ડોઝ અપાયો હતો. આ રસીની તાત્કાલિક કોઈ આડ અસર જોવા મળી નથી. બે કલાક સુધી તેને નિરિક્ષણ હેઠળ રખાયો હતો અને આગામી સાત દિવસ આૃથવા વધુ સમય સુધી તેનું નિરિક્ષણ કરાશે. શનિવારે વધુ કેટલાક લોકોને રસી આપવામાં આવશે. તેમના રીપોર્ટ્સ તપાસવામાં આવ્યા છે.

 

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.