ઓનલાઇન શિક્ષણ માટે ઇન્ટરનેટ કનેકશન જરૂરી છે પણ ભારતના માત્ર 24 ટકા જ ઘરોમાં ઇન્ટરનેટની સુવિધા ઉપલબૃધ છે તેમ યુનિસેફના એક અહેવાલમાં જણાવવામાં આવ્યું છે. યુનિસેફે વધુમાં જણાવ્યું છે કે ઓનલાઇન શિક્ષણને કારણે ગ્રામીણ અને શહેરો વચ્ચે તથા અમીર અને ગરીબો વચ્ચે શીખવાનું અંતર વધશે.
યુનિસેફ દ્વારા જાહેર કરવામાં આવેલા રિમોટ લર્નિગ રિચેબિલિટી રિપોર્ટમાં ઇન્ટરનેટના અભાવે ઓનલાઇન શિક્ષણ મેળવી ન શકનારા બાળકો અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. આ અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે ભારતમાં ફકત 24 ટકા ઘરોમાં જ ઇન્ટરનેટ કનેકશન છે. આિર્થક રીતે પછાત પરિવારો ઓનલાઇન શિક્ષણ મેળવી શક્તા નથી.
આ અહેવાલમાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે કેટલાક સમુદાયોમાં છોકરીઓ માટે સ્માર્ટફોન સરળતાથી ઉપલબૃધ બનતું નથી અને જો કેટલીક વિદ્યાર્થીનીઓ પાસે સ્માર્ટફોન હોય છે તો પણ તેમના ઇન્ટરનેટ ખૂબ ધીમુ હોય છે.
અહેવાલ મુજબ કોરોના મહામારીને કારણે ભારતમાં 15 લાખ શાળાઓ બંધ છે જેના કારણે પ્રિ પ્રાયમરીથી લઇને સેકન્ડરી સુધીના 28.6 કરોેડ બાળકોને અસર થઇ છે. જેમાં 49 ટકા છોકરીઓ છે. યુનિસેફના ભારત ખાતેના પ્રતિનિિધ યાસ્મીન અલ હકના જણાવ્યા અનુસાર ભારતમાં મર્યાદિત સંખ્યામાં જ વિદ્યાર્થીઓ ઓનલાઇન શિક્ષણ મેળવી રહ્યાં છે.
એમા કોઇ શંકા નથી કે કોરોનાને કારણે વિદ્યાર્થીઓના શિક્ષણમાં અવરોેધ ઉભો થયો છે. યુનિસેફે વિવિધ દેશોની સરકારોને સુરક્ષિત રીતે ફરીથી શાળાઓ શરૂ કરવા અંગે વિચારણા શરૂ કરે. યુનિસેફે વધુમાં જણાવ્યું છે કે ગરીબ કુંટુબોમાં ઘરમાં ઓનલાઇન શિક્ષણ માટે પણ યોગ્ય વાતાવરણ ઉપલબૃધ હોતું નથી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.