જે રીતે દેશમાં કોરોનાનો પ્રસાર વધી રહ્યો અને દર્દીઓની સંખ્યા વધી રહી છે તે જોતા કેન્દ્ર સરકારે આગામી બે મહિનામાં કઈ વસ્તુની કેટલી જરુર પડશે તેનો અંદાજ લગાવ્યો છે.
જે પ્રમાણે ભારતને આગામી બે મહિનામાં 2.7 કરોડ એન 95 માસ્ક, 50000 વેન્ટિલેટર, 16 લાખ ટેસ્ટિંગ કિટ અને 1.5 કરોડ પર્સનલ પ્રોટેક્શન ઈક્વિપમેન્ટની જરુર પડવાની છે.
સૂત્રોના કહેવા પ્રમાણે સરકારના નીતિ આ.યોગ દ્વારા કેટલીક ઈન્ડસ્ટ્રિઝ સાથે એક બેઠક યોજવામાં આવી હતી. જેમાં સરકાર તરફથી કહેવામાં આવ્યુ હતુ કે, ભારતને કઈ વસ્તુની કેટલી જરુર પડી શકે છે.
ભારતને 50000 વેન્ટિલેટરની જરુર પડવાની છે.જેમાંથી 16000 હાલમાં ઉપલબ્ધ છે.બાકીના 34000 વેન્ટિલેટરનો
ઓર્ડર અપાઈ ચુક્યો છે. ઈન્ડસ્ટ્રીઝ દ્વારા આ સવાલ પૂછવામાં આવ્યો હતો. જેથી ખબર પડે કે, ઉદ્યોગો કયા પ્રોજેક્ટમાં કેટલુ રોકાણ કરે.
આ બેઠકમાં નીતિ આયોગના અધ્યક્ષ, સરકારના પ્રિન્સિપલ સાયન્ટિફિક એડવાઈઝર, નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના સભ્ય સહિતના કેન્દ્ર સરકારના ટોચના અધિકારીઓ હાજર રહ્યા હતા.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.