ચીનના હેકરોએ છેલ્લા પાંચ દિવસમાં ભારતના આઇટી અને બેકિંગ ક્ષેત્ર પર 40,000થી વધુ વખત સાઈબર હૂમલાનો પ્રયાસ કર્યો હતો તેવી ચોંકાવનારી માહિતી મહારાષ્ટ્રના ટોચના અધિકારીએ આપી છે. ઈન્ટરનેટ યૂઝર્સે આ પ્રકારના હૂમલા અંગે સાવચેતી રાખવાની સાથે પોતાની સાઈબર સિક્યોરિટીનું ઓડિટ કરવાની જરૂર છે, તેમ પણ તેમણે ઊમેર્યું હતું.
લદ્દાખની ગલવાન ખીણમાં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે થયેલી લોહિયાળ અથડામણ બાદ અચાનક જ ચીન તરફથી ભારત પર થઈ રહેલા સાઈબર હૂમલામાં વધારો થયો છે. મહારાષ્ટ્રની સાઈબર વિંગના સ્પેશિયલ ઈન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ યશસ્વી યાદવે કહ્યું કે, છેલ્લા ચાર-પાંચ દિવસમાં ચીનના ચેન્ગુડા વિસ્તારમાંથી ભારત પર ઓછામાં ઓછા 40,300 જેટલો સાઈબર હૂમલાના પ્રયાસ થયા છે.
સાઈબર આક્રમણકારીઓએ ભારતીય આઇટી ઈન્ફ્રાસ્ટ્રક્ચર તેમજ બેકિંગ સેક્ટરમાં સેવાને નકારી કાઢવામાં આવે તેવા પ્રયાસો કર્યા હતા. આ ઉપરાંત તેમણે ઈન્ટરનેટ પ્રોટોકોલને હાઈજેક કરવાનો અને માહિતી ચોરવાનો પ્રયાસ કર્યો હતો.
આ હેકરો પાસે આશરે 20 લાખ જેટલા ભારતીયોના ઈમેલ આઇડીનો ડેટાબેઝ હોવાની આશંકા મહારાષ્ટ્ર સાઈબર ઓફિસિઅલ્સ વ્યક્ત કરી રહ્યા છે. ભારતીય ઈન્ટરનેટ યૂઝર્સે સતર્ક રહેવાની જરૂર છે, તેમ જણાવતા સાઈબર ઓફિસિઅલ કહે છે કે, હેકરો પાસવર્ડ કે પાસ-કોડ્સ મેળવવા માટે બનાવટી ઈ-મેલ કે ટેસ્ટ મેસેજ મોકલતા હોય છે. જેનો જવાબ આપવાનું ટાળવું જોઈએ અને જરૂર જણાય તો યોગ્ય ઓથોરિટીનો સંપર્ક પણ સાધવો જોઈએ.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.