ભારતમાં 5 જૂને ચંદ્રગ્રહણ જ્યારે 21 જૂને સૂર્યગ્રહણ જોવા મળશે

જૂન મહિનાને જ્યોતિષો ખૂબ મહત્ત્વનો માને છે ત્યારે આગામી જૂન મહિનામાં બે મોટી ખગોળીય ઘટનાઓ ઘટશે. ૫ જૂન જ્યેષ્ઠ ર્પૂિણમાંનાં દિવસે ૨૦૨૦નું બીજુ ચંદ્રગ્રહણ થશે, આ ગ્રહણ ૫ અને ૬ જૂનની મધ્ય રાત્રીએ થશે. તેનાં ૧૬ દિવસ બાદ ૨૧ જૂને પહેલું સૂર્યગ્રહણ પણ થશે જેથી જૂન મહિનો ખૂબ સંઘર્ષમય બની રહેવાની શક્યતાઓ છે જેની અસર દેશ-દુનિયા પર લાંબા સમય સુધી જોવા મળી શકે છે. જૂનમાં થનાર બે ગ્રહણની ઘટના બાદ જુલાઈનાં પહેલા અઠવાડિયામાં વર્ષનું ત્રીજુ ચંદ્રગ્રહણ થવા જઈ રહ્યું છે. જે કોઈ આંશિક ચંદ્રગ્રહણ નહીં હોય. જોકે તે ચંદ્રગ્રહણ ભારતમાં જોવા મળશે નહીં કેમકે તે સમયે ભારતમાં સૂર્યોદય થઈ ચૂક્યો હશે. ૨૦૨૦ ૧૪ ડિસેમ્બરનાં રોજ અંતિમ ગ્રહણ થશે જે સૂર્યગ્રહણ હશે અને તે ગ્રહણ પણ ભારતમાં જોવા મળશે નહીં કેમકે તે સમયે ભારતમાં સૂર્યાસ્ત થઈ ચૂક્યો હશે.

ઉપરાંત ૨૦૨૦ વર્ષમાં ભારતમાં જોવા મળનાર પહેલુ સૂર્યગ્રહણ ૨૧ જૂનનાં રોજ સવારે ૯.૧૫ કલાકે જોવા મળશે. આ સૂર્ય ગ્રહણ ભારત, દક્ષિણપૂર્વ યૂરોપ, આફ્રિકા, અફઘાનિસ્તાન, ચીન, પાકિસ્તાન અને બર્મામાં દેખાશે. જાણકારોના મતે આ ગ્રહણની રાજકીય અસર ભારત ઉપર વધારે પડશે. ભારતને પાડોશી દેશો સાથેના સંબંધોમાં ખટરાગનો સામનો કરવાનો આવી શકે છે. તે ઉપરાંત અર્થતંત્રને પાટે લાવવા મથી રહેલી સરકારના પ્રયાસો ઉંધા પડે તેમ પણ છે. તે ઉપરાંત કોરોનાની મહામારી વકરશે અને અન્ય કુદરતી આપત્તિ આવે અને કુદરત પોતાનું બેલેન્સ જાતે જ જાળવવા મથે તેવી ઘટનાઓ પણ બની શકે છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.