ભારતના આંતરિક મામલામાં દખલગીરી કરી રહ્યા છે મહેમાન ડોનાલ્ડ ટ્રમ્પ, ધાર્મિક મુદ્દો પણ ઉઠાવશે

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ 24 ફેબ્રુઆરીએ જ્યારે ભારત આવશે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સમક્ષ ધાર્મિક સ્વતંત્રતાનો મુદ્દો ઉઠાવશે. વ્હાઈટ હાઉસના એક અધિકારીએ આ માહિતી આપી છે. શું ટ્રમ્પ સીએએ કે એનઆરસી મુદ્દે વાત કરશે ? તેવા સવાલના જવાબમાં અધિકારીએ કહ્યું કે આ મુદ્દા અંગે તેઓ ચિંતિત છે. મને લાગે છે કે મોદી સમક્ષ ટ્રમ્પ આ મુદ્દા ઉઠાવશે કારણકે આ મુદ્દા અમેરિકી વહીવટીતંત્ર માટે ઘણા અગત્યના છે. ભારતીય વિશેષજ્ઞ તેને દબાણની રાજનીતિ કહી રહ્યા છે. તો અમેરિકી લેખક તેને માત્ર રાજકીય નિવેદનબાજી માની રહ્યા છે. વ્હાઈટ હાઉસે પછીથી કહ્યું કે ભારત ધાર્મિક અને ભાષાની રીતે વિવિધતા ધરાવતો દેશ છે. એટલું જ નહીં દુનિયાના ચાર મોટા ધર્મનું ઉદભવ સ્થાનનું સ્થળ છે. જોકે આખરે અમેરિકી અધિકારીઓએ એ પણ કહ્યું કે સીએએ ભારતનો આંતરિક મામલો છે. જેનું લક્ષ્ય પાડોશી દેશોમાં દમન અનુભવી રહેલા લઘુમતીઓને શરણ આપવાનું છે.

ટ્રમ્પે કહ્યું હતું- ભારતનો વ્યવહાર અમેરિકા માટે સારો નથી ખાસ કરીને વેપાર માટે પહેલા પણ વર્તાવ સારો રહ્યો નથી પણ મોદી સારા મિત્ર છે.

કહ્યું હતું- ઊંચા ટેરિફ સાથે ભારત અમેરિકાને નુકસાન પહોંચાડી રહ્યું છે. ભારતના પ્રવાસમાં અમેરિકા ફર્સ્ટની નીતિ હેઠળ જ વાત થશે. અત્યારે મોટું ડીલ નહીં થાય

હકીકતમાં ભારતને આંતરિક કે દ્વિપક્ષીય મામલે કોઈ ત્રીજા દેશની દખલ પસંદ નથી. કાશ્મીરમાં ટ્રમ્પની મધ્યસ્થીની રજૂઆત ભારત સતત ઠુકરાવી રહ્યું છે

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.