રંગરોગાન કરવા માટે માત્ર કાળા રંગનો ઉપયોગ કોઇ નથી કરતું. આટલું જ નહીં ઑઇલ પેઇન્ટ, ઇમલ્શન પેઇન્ટ અથવા ચૂના કલર કોઇ પણ કેટલોગમાં કાળો રંગ નથી હોતો. કારણ કે આ રંગની ડિમાન્ડ નહીવત હોય છે. પરંતુ છત્તીસગઢના જશપુર જિલ્લામાં આદિવાસી વસતી ધરાવતા ગામ અને શહેરમાં કાળા રંગના મકાન સરળતાથી જોવા મળી જાય છે. આદિવાસી સમાજના લોકો આજે પણ પોતાના ઘરના ફર્શ અને દિવાલના કાળા રંગથી રંગે છે. તેની પાછળ કેટલીય માન્યતાઓ છે.
દિવાળી પહેલા તમામ લોકો પોતાના ઘરને રંગ-રોગાનનું કામ કરાવે છે. આ વર્ષે પણ જશપુર જિલ્લાના આદિવાસી સમાજના લોકો પરંપરાને અનુરૂપ કાળો રંગ જ પસંદ કરીને ઘરને રંગાવી રહ્યા છે. ગ્રામીણ ઘરની દીવાલોને કાળી માટીથી રંગવામાં આવે છે. એટલા માટે કેટલાક ગ્રામીણ પૈરાવટ સળગાવીને કાળો રંગ તૈયાર કરે છે ત્યારે કેટલાક ટાયર સળગાવીને પણ કાળો રંગ બનાવે છે. ઉલ્લેખનીય છે કે પહેલા કાળી માટી સરળતાથી મળી જતી હતી, પરંતુ કાળી માટી ન મળવાને કારણે હવે લોકો અન્ય રીતો અપનાવીને કાળો રંગ તૈયાર કરે છે.
સમાજમાં એકરૂપતા લાવવા માટે એક જેવા રંગ
આઘરિયા આદિવાસી સમાજના લોકો એકરૂપતા દર્શાવવા માટે ઘરને કાળા રંગથી રંગવાનું શરૂ કરી દીધું હતું. આ રંગ તે સમયથી ઉપયોગમાં લેવામાં આવી રહ્યો છે જ્યારે આદિવાસી લોકો ઝગમગાટથી દૂર રહેતાં હતાં. ઘરને રંગવા માટે તે સમયે માત્ર કાળી માટી ઉપલબ્ધ રહેતી અને તેનાથી રંગ કરી લેવામાં આવતો હતો. આજે પણ ગામમાં કાળો રંગ જોઇને જાણી શકાય છે કે આ કોઇ આદિવાસીનું મકાન છે. કાળા રંગથી એકરૂપતા જોવા મળે છે.
કાળા રંગથી રંગાયેલા ઘરમાં દિવસે પણ એટલું જ અંધારું હોય છે કે કયાં રૂમમાં શું પડ્યું છે તેના વિશે માત્ર ઘરના સભ્યોને જ ખબર હોય છે. ઉલ્લેખનીય છે કે આદિવાસી લોકોના ઘરમાં બારીઓ ઓછી હોય છે. નાના-નાના રોશનદાન હોય છે. આ પ્રકારના ઘરમાં ચોરી થવાનું જોખમ ઓછું હોય છે.
આ સાથે જ કાળા રંગની એક વિશેષતા એ પણ હતી કે દરેક પ્રકારની ઋતુમાં કાળા રંગની માટીની દિવાલ આરામદાયક હોતી. આટલું જ નહીં આદિવાસી દિવાલો પર કેટલીય કલાકૃતિઓ પણ બનાવતાં હતા. તેના માટે પણ દિવાલ પર કાળો રંગ કરવામાં આવતો હતો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.