ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, તેઓ ભારત અને અમેરિકા વચ્ચે મોટી સમજૂતી ઇચ્છે છે પરંતુ એ સમજૂતી રાષ્ટ્રપતિની ચૂંટણી અગાઉ થશે કે નહીં તેની શંકા છે.
એમણે મંગળવારે કહ્યું કે “અમે ભારત સાથે મોટી વેપારી સમજૂતી કરી શકીએ છીએ પરંતુ વાસ્તવમાં હું પછીથી એક મોટા કરારનો પાયો નાખવાની દિશામાં કામ કરી રહ્યો છું.”
ભારત અને અમેરિકા વચ્ચેના વેપારી સંબધો અંગે ટ્રમ્પે કહ્યું કે “ભારત વેપારને મોરચે અમારી સાથે સારો વર્તાવ નથી કરી રહ્યું.”
જોકે એની સાથે જ ટ્રમ્પે મોદીના વખાણ પણ કર્યા અને કહ્યું કે “હું વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ખૂબ પસંદ કરૂ છું.”
ડોનાલ્ડ ટ્રમ્પે તેમની ભારતયાત્રા અંગે ચર્ચા દરમિયાન કહ્યું હતું કે, લાખોની સંખ્યામાં ભીડ તેમને આવકારશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તો (અમદાવાદ) ઍરપૉર્ટથી સ્ટેડિયમની વચ્ચે 50-70 લાખ લોકોની હાજરીની વાત કહી છે.
કદાચ તેમના મનમાં હ્યુસ્ટનમાં યોજાયેલ ‘હાઉડી, મોદી’ રેલીનાં દૃશ્યો રમતાં હશે, જેમાં 50 હજારથી વધુ ભારતીય મૂળના અમેરિકન હાજર રહ્યા હતા. ત્યારે મોદીએ તેમના આગવા અંદાજમાં ‘અબકી બાર ટ્રમ્પ સરકાર’નો નારો આપ્યો હતો.
જોકે, ‘ન્યૂયૉર્ક ટાઇમ્સ’ સહિત અનેક અખબારોએ આ કાર્યક્રમ સંદર્ભે અમેરિકાના રાષ્ટ્રપતિની ટીકા કરી હતી.
પરંતુ ટ્રમ્પ માટે અમેરિકામાં ભારતીયમૂળના 40 લાખ નાગરિકો મહત્ત્વપૂર્ણ છે. કારણ કે ત્યાં નવેમ્બર મહિનામાં ચૂંટણી યોજાશે
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.