ભારત અમેરિકા કરતા બેગણી આબાદીનુ ભરણ-પોષણ કરી રહ્યુ છે, તે પણ રૂપિયા લીધા વિના: PM મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના સંસદીય ક્ષેત્ર વારાણસીના બિન સરકારી સંગઠનોના પ્રતિનિધિઓ સાથે વાતચીત કરી રહ્યા છે. આ બેઠકમાં તેઓ કોરોના વાઈરસ સંકટના કાણે લાગુ લોકડાઉન દરમિયાન તેમના દ્વારા ખાદ્યાન્ન વિતરણ અને અન્ય સહાયતા પહોંચાડવા સંબંધિત પ્રયત્નો વિશે ચર્ચા કરી રહ્યા છે.

બેઠકમાં પીએમ મોદીએ કહ્યુ, આ શ્રાવણ મહિનો છે, એવામાં વારાણસીના લોકોની સાથે વાત કરવી ભગવાન ભોલેનાથના દર્શન કરવા જેવુ લાગે છે. આ ભગવાન ભોલેનાથના આશીર્વાદ છે કે કોવિડ-19 સંકટ દરમિયાન પણ આપણુ વારાણસી ઉત્સાહથી ભરેલુ છે.

તેમણે કહ્યુ કે તેઓ તમામ લોકો જેમણે કોવિડ-19 સંકટ દરમિયાન કામ કર્યુ, એવુ નથી કે તેમણે માત્ર પોતાની જવાબદારીને નિભાવી. કોરોનાના કારણે એક ડર હતો. લોકો વચ્ચે એવી સ્થિતિમાં સ્વેચ્છાથી આગળ આવવુ સેવાનું એક નવુ રૂપ છે.

કાશીએ કોરોનાને દ્રઢતાપૂર્વક ટક્કર આપી

વડાપ્રધાને કહ્યુ ભગવાન શંકરના જ આશીર્વાદ છે કે કોરોનાના આ સંકટ કાળમાં પણ આપણુ કાશી આશાથી ભરેલુ છે. ઉત્સાહથી ભરેલુ છે. ખબર છે કે લોકો બાબા વિશ્વનાથ ધામ જઈ શક્યા નથી. એ પણ સત્ય છે કે માનસ મંદિર, દુર્ગાકુંડ, સંકટમોચનમાં શ્રાવણ મહિનામાં મેળો યોજાઈ શક્યો નથી.

તેમણે કહ્યુ કે પરંતુ એ પણ સત્ય છે કે આ અભૂતપૂર્વ સંકટના સમયે મારી કાશી અને આપણી કાશીએ સંકટના સમયે દ્રઢતાપૂર્વક લડત લડી છે. આજનો આ કાર્યક્રમ પણ તો આની જ એક કડી છે.

જમવાનુ વહેંચવામાં ગાડીઓ ઓછી પડી તો પોસ્ટલ વિભાગે તૈનાત કર્યા પોતાના વાહન

PM મોદીએ કહ્યુ કે આપ તમામ માટે, તમામ સંગઠનો માટે, આપણા સૌ માટે એ ઘણી સૌભાગ્યની વાત છે કે આ વખતે ગરીબોની સેવાનુ માધ્યમ ભગવાને આપણને બનાવ્યા. એક રીતે આપ તમામ મા અન્નપૂર્ણા અને બાબા વિશ્વનાથના દૂત બનીને દરેક જરૂરિયાત મંદ સુધી પહોંચ્યા.

તેમણે કહ્યુ કે મને જણાવવામાં આવ્યુ હતુ કે જ્યારે જિલ્લા વહીવટીતંત્ર પાસે ભોજન વહેંચવા માટે પોતાની ગાડીઓ ઓછી પડી ગઈ તો પોસ્ટ વિભાગે ખાલી પડેલી પોતાની પોસ્ટલ વેન આ કામમાં લગાવી દીધી. વિચારો, સરકારની વહીવટીતંત્રની છબી તો એ રહી છે કે પહેલા દરેક કામની મનાઈ કરવામાં આવે છે.

યુપીમાં કોરોનાને લઈને શંકાઓ હતી પરંતુ લોકોએ આને ધ્વસ્ત કરી

પીએમ મોદીએ કહ્યુ કે 100 વર્ષ પહેલા પણ આ રીતે મહામારી આવી હતી. કહેવામાં આવે છે કે ત્યારે ભારતમાં જનસંખ્યા એટલી મોટી નહોતી. તેમ છતાં પણ ભારત આ દેશોમાંથી એક હતો. જેમાં સૌથી વધારે મોત નીપજ્યા હતા. તેથી અત્યારે સમગ્ર દુનિયા ભારત માટે ચિંતિત હતી.

તેમણે કહ્યુ કે જ્યારે આ વખતે મહામારી આવી તો તમામ ભારતને લઈને ડરેલા હતા. આટલી આબાદી, આટલા પડકારો, મોટા મોટા વિશેષજ્ઞ ઉભરી આવ્યા હતા ભારત પર પ્રશ્ન ઉભા કરવા માટે. એમાં પણ 23-24 કરોડની આબાદી વાળા ઉત્તર પ્રદેશને લઈને તો શંકાઓ-આશંકાઓ વધુ હતી.

મોદીએ કહ્યુ કે ઉત્તર પ્રદેશ સમાન જનસંખ્યાવાળા બ્રાઝિલ જેવા વિશાળ દેશમાં કોરોનાના કારણે લગભગ 65,000 લોકોના મોત નીપજ્યા છે જ્યારે ઉત્તર પ્રદેશમાં લગભગ 800 લોકો પોતાનો જીવ ગુમાવી ચૂક્યા છે. આનો અર્થ એ છે કે રાજ્યમાં કેટલાય લોકોના જીવ બચાવાયા છે.

તેમણે કહ્યુ કે પરંતુ આપના સહયોગે ઉત્તર પ્રદેશના લોકોના પરિશ્રમે, પરાક્રમે તમામ આશંકાઓને ધ્વસ્ત કરી દીધી. આજે સ્થિતિ એ છે કે ઉત્તર પ્રદેશે ના માત્ર સંક્રમણની ગતિને કાબુમા કરી છે પરંતુ જેમને કોરોના થયો છે, તે પણ ઝડપથી સાજા થઈ રહ્યા છે. આનુ સૌથી મોટુ કારણ આપ સૌ છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.