ચાઈનીઝ મોબાઈલ કંપની VIVO આ વર્ષે IPLને સ્પોન્સર નહી કરે. મળતી માહિતિ મુજબ IPL 2020 માટે વીવો કંપનીએ સ્પોન્સર ટાઈટલમાંથી પોતાનું નામ પાછુ ખેચી લીધુ છે. રવિવારે IPL ગવર્નીંગ કાઉન્સીલમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે ચાઈનીઝ કંપની સાથે કોન્ટ્ર્ક્ટ નહી તોડવામાં આવે જે બાદ સોશિયલ મિડિયા પર લોકોએ BCCIની વિરૂદ્ધ અવાજ ઉઠાવવા લાગ્યા હતા, હવે જ્યારે તેણે સ્પોન્સરશીપ પાછી ખેચી લેવાનું નક્કી કર્યું છે ત્યારે બીસીસીઆઈ માટે તરત કોઈ નવો સ્પોન્સર શોધવાનું મુશ્કેલ થઈ પડશે.
પૂર્વ લદ્દાખમાં ભારત અને ચીનનાં સૈનિકો વચ્ચે થયેલી અથડામણ બાદ ભારતમાં ચીન વિરોધી વલણ ઉભુ થયું હતું અને તેની પ્રોડક્ટનો વિરોધ શરૂ થઈ ગયો હતો. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે પણ ચીનની આ કંપનીની સ્પોન્સરશીપ સામે વિરોધ નોંધાવ્યો હતો જેના એક દિવસ બાદ જ વીવોએ સ્પોન્સરશીપમાંથી હટી જવાના સમાચાર સામે આવ્યા છે. તેમણે જમાવ્યું હતું કે દેશનાં સૈનિકો સાથે બનેલી ઘટના બાદ પણ IPLની ગવર્નીંગ બોડી દ્વારા લેવામાં આવેલો નિર્ણય આશ્ચર્યમાં મુકનારો છે અને દેશનાં સૈનિકો માટે અપમાનજનક પણ હોવાનું જણાવ્યું હતું
વીવો ઈન્ડિયાએ 2017માં IPL ટાઈટલ સ્પોન્સરનાં અદિકાર 2199 કરોડમાં મેળવ્યા હતા, જેનાંથી દરેક સિઝનમાં તેણે આશરે 440 કરોડ રૂપિયા ચુકવવાનાં થતા હતા. આ જ ચીનની કંપનીએ દિગ્ગજ કંપની પેપ્સીકોને હટાવી હતી, જેની 2016માં 396 કરોડ રૂપિયાની ડીલ હતી. હવે જ્યારે વીવોએ પોતાને દરકિનાર કરી લીધુ છે ત્યારે બીજી અનેક કંપનીઓ સ્પોન્સરશીપ માટે સામે આવી શકે છે. જોકે ખાલી સ્ટેડિયમમાં થવા જઈ રહેલા આ ટુર્નામેન્ટ માટે એ જ કોન્ટ્રેક્ટ પર સમજૂતિ કેળવવી થોડીક મુશ્કેલ થઈ પડશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.