દૂનિયા કોરોના વાયરસથી ઝઝૂમી રહી છે. દરેક દેશ કોવિડ -19 સામે સંપુર્ણ પ્રયાસ કરી રહ્યો છે. ગુરુવારે આંતરરાષ્ટ્રીય રસી ગઠબંધનને ભારતે ગવિને 15 મિલિયન ડોલરની સહાય પણ આપી છે.
આ વિશે માહિતી આપતાં પીએમઓએ જણાવ્યું હતું કે આજે પીએમ મોદીએ બ્રિટીશ વડા પ્રધાન બોરીસ જહોનસન દ્વારા આયોજીત વર્ચ્યુઅલ ગ્લોબલ વેકસીન સમિટને સંબોધન કર્યું હતું.
સમિટમાં 50 થી વધુ દેશોના ઉદ્યોગપતિઓ, UNની વિવિધ એજન્સીઓ, સિવિલ સોસાયટી તથા સરકારી મંત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
સંમેલનને સંબોધન કરતાં વડા પ્રધાન મોદીએ કહ્યું કે, “ગાવીને અમારૂ સમર્થન માત્ર આર્થિક નથી. ભારતની વિશાળ માંગ રસીની વૈશ્વિક કિમતમાં ઘટાડો કરે છે.
આજના પડકારજનક સંદર્ભમાં, હું એ પુનરાવર્તન કરવા માંગુ છું કે ભારત વિશ્વ સાથે એકજુથ થઇને ઉભું છે.”ઓછી કિંમતે ગુણવત્તાવાળી દવાઓ અને રસી ઉત્પન્ન કરવાની અમારી સિધ્ધ ક્ષમતા, ઝડપથી રસીકરણ ફેલાવવાનો અમારો પોતાનો સ્થાનિક અનુભવ આપણો હેતું માનવતાની સેવા કરવાનો છે. ”
પીએમ મોદીએ સરકારના મિશન ઇન્દ્રધનુષ તરફ પણ ધ્યાન દોર્યું હતું, જેનો હેતુ દેશની અંદર રસીકરણ સાથે જોડાયેલા મહત્વના સંકેત તરીકે બાળકો અને સગર્ભા સ્ત્રીઓનું સંપૂર્ણ રસીકરણ સુનિશ્ચિત કરવાનું છે.
તેમણે કહ્યું કે અમે વિશ્વના લગભગ 60 ટકા બાળકોને રસીકરણમાં ફાળો આપવા માટે ભાગ્યશાળી છીએ. ભારત ગાવીના કાર્યને માન્યતા આપે છે અને તેને મહત્વ આપે છે
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.