ભારતની આર્થિક સ્થિતિ અત્યાર સુધીની સૌથી ખરાબ-ભયાનક : વર્લ્ડ બેંક

– ચાલુ વર્ષમાં ભારતના જીડીપીમાં 9.6 ટકાના ઘટાડાનો અંદાજ

– આગામી વર્ષે જીડીપી વધશે પણ ચાલુ નાણાકીય વર્ષમાં કોરોનાને કારણે થયેલા નુકસાનની ભરપાઇ થશે નહીં

લોન નોન પર્ફોમિંગનું પ્રમાણ સતત વધી રહ્યું છે : માત્ર એક જ વર્ષમાં ગરીબી રેખા નીચે જીવતા લોકોની સંખ્યામાં 33 ટકાનો વધારો થવાનો અંદાજ

ભારતની આિર્થક સિૃથતિ અત્યાર સુધીની સૌથી ખરાબ છે અને ચાલુ નાણાકીય વર્ષમાં ભારતના જીડીપીમાં 9.6 ટકાનો ઘટાડો થઇ શકે છે તેમ વર્લ્ડ બેંકે જણાવ્યું છે. કોરોના મહામારી અને લોકડાઉનને કારણે  ભારતીય  કંપનીઓ  તેમજ લોકોની આવકમાં મોટો ઘટાડો થયો છે. વોશિંગ્ટન સિૃથત વર્લ્ડ બેંકે તાજેતરના પોતાના સાઉથ એશિયા ઇકોનોમિક ફોક્સ રિપોર્ટમાં જણાવ્યું છે કે 2020માં દક્ષિણ એશિયાના આૃર્થતંત્રમાં 7.7 ટકાનો ઘટાડો થશે.

આ ક્ષેત્રમાં છેલ્લા પાંચ વર્ષમાં 6 ટકાની વૃદ્ધિ જોવા મળી હતી. આ ઘટાડો ધારણા કરતા ઘણો મોટો છે. વર્લ્ડ બેંક અને ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ(આઇએમએફ)ની વાર્ષિક બેઠક અગાઉ આ અહેવાલ જારી કરવામાં આવ્યો છે. વર્લ્ડ બેંકે પોતાના અહેવાલમાં જણાવ્યું છે કે ચાલુ નાણાકીય વર્ષમાં ભારતના જીડીપીમાં 9.6 ટકા ઘટાડો થવાની શક્યતા છે.

જો કે 2021માં આિર્થક વિકાસ દર વધીને 4.5 ટકા થઇ શકે છે. વિશ્વ બેંકે જણાવ્યું છે કે વસ્તીમાં વૃદ્ધિને ધ્યાનમાં લેવામાં આવે તો વ્યકિત દીઠ આવક 2019ના અંદાજથી 6 ટકા નીચે રહી શકે છે. આનાથી સંકેત મળે છે કે 2021માં આિર્થક વૃદ્ધિ દર ભલે સકારાત્મક થઇ જાય પણ ચાલુ નાણાકીય વર્ષમાં કોરોનાને કારણે થયેલ નુકસાનની ભરપાઇ થઇ શકશે નહીં.

વર્લ્ડ બેંકના દક્ષિણ એશિયા માટેના મુખ્ય આૃર્થશાસ્ત્રી હેન્સ ટિમરે કોન્ફરન્સ કોલમાી પત્રકારોને જણાવ્યું હતું કે ભારતની સિૃથતિ અત્યાર સુધીની સૌથી ખરાબ છે. ભારતની હાલની આિર્થક સિૃથતિ ભયાનક છે. ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ કવાર્ટરમાં ભારતના જીડીપીમાં 25 ટકાનો ઘટાડો થયો છે. આ અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે કોરોના  વાઇરસના ફેલાવા અને તેને અંકુશમાં લેવા મૂકાયેલા પ્રતિબંધોને કારણે ભારતમાં પુરવઠા અને માગ પર ગંભીર અસર થઇ છે.

ટિમરના જણાવ્યા અનુસાર અમારા સર્વે મુજબ ભારતમાં અનેક લોકોની નોકરી જતી રહી છે. ભારતમાં નોન પફોર્મિગની લોનનું પ્રમાણ સતત વધી રહ્યું છે. ટિમરના અંદાજ મુજબ કોરોનાને કારણે ગરીબી રેખાની નીચે જીવતા લોકોની સંખ્યા 33 ટકા વધી જશે. ઉલ્લેખનીય છે કે નાણાકીય વર્ષ 2016-17માં ભારતનો જીડીપી 8.3 ટકા રહ્યો હતો. ત્યારબાદ 2017-18, 2018-19 અને 2019-20માં ભારતનો જીડીપી ઘટીને અનુક્રમે 7.0, 6.1 અને 4.2 ટકા રહ્યો છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.