ભારત આવેલા એંગેલા મર્કેલે કાશ્મીરની સ્થિતિ અંગે વ્યક્ત કરી ચિંતા, આપ્યું આ ચોંકાવનારૂ નિવેદન

જર્મનીની ચાંસલેર એંગેલા મર્કેલે કાશ્મીરની સ્થિતિ પર ચિંતા વ્યક્ત કરી છે. તેમણે જણાવ્યું છે કાશ્મીરનાં લોકો જે હાલતમાં હાલ વસવાટ કરી રહ્યા છે. તે ખૂબજ ચિંતાજનક છે. મર્કેલે જણાવ્યું કે કાશ્મીરની સ્થિતિ જલ્દી થાળે પડે તે જરૂરી છે. ભારતનાં પ્રવાસે આવેલી જર્મન ચાંસલેર એંગેલા મર્કેલે પત્રકારો સાથે વાતચીત દરમ્યાન મોટું નિવેદન આપતા જણાવ્યું કે કાશ્મીર મામલો પ્રધાનમંત્રી મોદી સમક્ષ કરશે રજુ

.આ દરમિયાન એન્જેલાએ એમ પણ કહ્યું કે તે કાશ્મીર અંગે ભારતની સ્થિતિથી વાકેફ છે, પરંતુ અહીં કોઈ ફરક પડતો નથી.

જર્મન ચાન્સેલરે કહ્યું કે તે કાશ્મીરમાં શાંતિ પુન સ્થાપન માટેની યોજના વડા પ્રધાન નરેન્દ્ર મોદી પાસેથી શાંતીની સ્થિતી સાંભળવા માંગે છે. તેમણે કહ્યું કે હાલમાં કાશ્મીરની સ્થિતિ સ્થિર નથી. ત્યાં લોકો મુશ્કેલ પરિસ્થિતિઓમાં જીવી રહ્યા છે અને તેમાં સુધારો કરવો જરૂરી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.