ખેડૂત આંદોલનના ભાગ રૂપે રહેનારા, ભારત બંધને લઈને,એલર્ટ છે દિલ્હી પોલિસ

આજે ખેડૂતોએ ભારત બંધની જાહેરાત કરી છે. સંયુક્ત કિસાન મોર્ચાના આધારે આ બંધ સવારના 6 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી ચાલુ રહેશે.  દિલ્હીની સીમાઓ પર ખેડૂતોનો સંઘર્ષ 4 મહિનાથી ચાલી રહ્યો છે. આ સમયે ખેડૂતોએ સરકારના વિરોધમાં આજે ભારત બંધની જાહેરાત કરી છે.

તમામ નાની મોટી સડક, ટ્રેન જામ કરાશે. એમ્બ્યુલન્સ અને અન્ય આવશ્યક સેવાઓ સિવાય તમામ સેવા બંધ રહેશે. દિલ્હીમાં ભારત બંધનો પ્રભાવ જોવા મળશે.  ખેડૂત નેતા દર્શનપાલ સિંહનું કહેવું છે કે દિલ્હીની જે સીમાઓ પર ધરણા ચાલી રહ્યા છે તે સડક પહેલાથી બંધ છે.

ખેડૂત મોર્ચાએ કહ્યું કે તમામ પ્રદર્શનકારી નાગરિકોને અપીલ છે કે શાંત રહે અને બંધને સફળ બનાવે.

ઓલ ઈન્ડિયા ટ્રેડર્સે કહ્યું કે તેઓ આજના બંધમાં સામેલ નથી.  સંગઠનના મહાસચિવ પ્રવીણ ખંડેલવાલે કહ્યું કે અમે ભારત બંધમાં સામેલ થઈ રહ્યા નથી. દિલ્હી અને દેશના અન્ય ભાગમાં બજાર ખુલશે.

કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ ટ્વિટ કરીને કહ્યું કે બહેરા શાસકોને જગાડવા માટે નિર્ણાયક સંધર્ષની જરૂર રહે છે. ખેડૂત આંદોલન આ કડીનો ભાગ છે. 300 ખેડૂત ભાઈઓના ભય થતાં મૂકદર્શક બની મોદી સરકારને માટે આ જાગવાનો સમય છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.