ભારત-બાંગ્લા દેશ વચ્ચે ટ્રેન સેવા શરૂ થશે, 17મીએ બંને દેશોના વડા પ્રધાન ઉદ્ઘાટન કરશે

-પંચાવન વર્ષ બાદ હલ્દીબાડી અને ચીલહટી વચ્ચે દોડશે

ભારત અને બાંગ્લા દેશ વચ્ચે પંચાવન વર્ષના સમયગાળા બાદ ફરી ટ્રેન સેવા શરૂ થશે. 17મી ડિસેંબરે બંને દેસના વડા પ્રધાન નરેન્દ્ર મોદી અનેશેખ હસીના આ ટ્રેન સેવાનું ઔપચારિક ઉદ્ઘાટન કરશે.

આ ટ્રેન હલ્દીબાડી અને બાંગ્લા દેશના ચીલહટી સુધી દોડશે. નોર્થ ઇસ્ટ ફ્રન્ટિયર રેલવેના એક પ્રવક્તાએ ગૂરૂવારે આ માહિતી મિડિયાને આપી હતી.

1965માં ભારત અને પૂર્વ પાકિસ્તાન વચ્ચે ટ્રેન સેવા બંધ થઇ હતી. કૂચબિહારમાં આવેલા હલ્દીબાડી અને હાલના બાંગ્લા દેશના ચિલહટી સુધી આ ટ્રેન દોડતી હતી.

નોર્થ ઇસ્ટ ફ્રન્ટિયર રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી સુભાનન ચંદ્રાએ મિડિયા સાથે વાતચીત કરતાં કહ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને બાંગ્લા દેશના વ઼ડા પ્રધાન શેખ હસીના આ રેલવે લાઇનનું ઉદ્ઘાટન 17 ડિસેંબરે કરશે.

પહેલાં એક માલગાડી ચિલહટીથી નીકળીને નોર્થ ઇસ્ટ ફ્રન્ટિયર રેલવેના ડિવિઝનમાં કટિહાર સુધી આવશે. કટિહાર રેલવે સ્ટેશનના અધિકારીએ કહ્યું કે અમને ગૂરૂવારે વિદેશ ખાતાએ આ ટ્રેન સેવા શરૂ થઇ રહ્યાની જાણ કરી હતી. હલ્દીબાડી રેલવે સ્ટેશનથી આંતરરાષ્ટ્રીય સરહદ સાડા ચાર કિલોમીટર દૂર છે જ્યારે ચિલહટી રેલવે સ્ટેશનથી આંતરરાષ્ટ્રીય સરહદ સાડા સાત કિલોમીટર દૂર છે

આ માર્ગ પર પેસેંજર ટ્રેન શરૂ થશે ત્યારે લોકો સિલિગુડી પાસે આવેલા જલપાઇગુડીથી કોલકાતા માત્ર સાત કલાકમાં પહોંચી શકશે. અત્યારે આ પ્રવાસ કરતાં બાર કલાકથી વધુ સમય લાગે છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.