ભારત બાયોટેકે બનાવેલી સ્વદેશી વેક્સિનની પહેલી ટ્રાયલ સફળ, કોઇ આડઅસર દેખાઇ નથી

ભારત બાયોટેક દ્વારા તૈયાર કરાયેલી કોવિડ 19 વિરોધી રસીની પહેલા તબક્કાની ટ્રાયલ સો ટકા સફળ થઇ હોવાનો દાવો કરવામાં આવ્યો હતો.  આ રસીની કોઇ સાઇડ ઇફેક્ટ પણ થઇ નહોતી.

પહેલા તબક્કાની ટ્રાયલ નાનામોટા સૌ કોઇ પર કરવામાં આવી હતી. કોઇ કહેતાં કોઇને કશી આડઅસર થઇ નહોતી. વિદેશી પોર્ટલ એમઆરએક્સઆઇવીના અહેવાલ મુજબ આ રસી પૂરેપૂરી સુરક્ષિત અને સચોટ અસરકારક છે. ભારત બાયોટેકની પહેલી ટ્રાયલ સપ્ટેંબરમાં શરૂ થઇ ગઇ હતી. હવે એનાં પરિણામો જાહેર કરવામાં આવ્યાં હતાં.

2020નું વર્ષ પૂરું થવામાં છે અને હવે કોરોનાની પ્રતિકૂળ અસર પણ ઓછી થઇ રહેલી જણાય છે ત્યારે કોરોનાની રસીની સફળતાથી સૌને રાહત અનુભવાશે. ભારત બાયોટેક દ્વારા બનાવાયેલી સ્વદેશી રસી ધાર્યાં પરિણામો આપી રહી છે એ પણ બહુ મોટું આશ્વાસન હતું. ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ દ્વારા જણાવાયું હતું કે તમામ વયજૂથો પર આ રસીની અનુકૂળ અસર દેખાઇ હતી અને રસી આપ્યા બાદ ઇમ્યુન સિસ્ટમ વધી હોય એવા અણસાર પણ મળ્યા હતા. આ રસી ભારત બાયોટેકે તૈયાર કરી હતી અને એને કોવેક્સીન નામ આપવામાં આવ્યું હતું.

અપવાદ રૂપે માત્ર એક વ્યક્તિને રસી આપ્યા બાદ એનામાં કોરોનાનાં લક્ષણ દેખાયાં હ તાં એટલે એને ઑગષ્ટની 15મીએ હૉસ્પિટલમાં દાખલ કરાયો હતો. ન્યૂક્લીક એસિડ રિઝલ્ટ નકારાત્મક આવતાં 22મી ઑગષ્ટે એને રજા આપી દેવામાં આવી હતી. હવે એ સ્વસ્થ અને તંદુરસ્ત છે.  આમ કોરોનાની સ્વદેશી રસીની પહેલી ટ્રાયલ સફળ નીવડી હતી. હવે આ રસીના ઇમર્જન્સી વપરાશ માટે નિર્ણય લીધા પછી આ અંગે કામકાજ આગળ વધશે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.