કેન્દ્ર સરકારે ભારત બાયોટેક દ્વારા તૈયાર કરાઈ રહેલી ભારતની પહેલી સ્વદેશી કોરોના રસી ‘કોવેક્સીન’ને ક્લિનિકલ ટ્રાયલની મંજૂરી આપી દીધી છે. ટૂંક સમયમાં જ માણસો પર તેની ટ્રાયલ શરૂ થશે. કોવેક્સીન ભારતમાં તૈયાર થઈ રહેલી કોરોનાની પહેલી રસી છે, જેને ક્લિનિકલ ટ્રાયલની મંજૂરી મળી છે.
ભારતની અગ્રણી બાયોટેક્નોલોજી કંપનીઓમાંની એક ભારત બાયોટેકને ડ્રગ કન્ટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા (ડીજીસીએ) તરફથી તેની સંભવિત કોરોના રસી ‘કોવેક્સીન’ના માનવ પરીક્ષણની મંજૂરી મળી ગઈ છે.
ડીજીસીએએ કંપનીને પ્રથમ સ્વદેશી કોરોના રસી માટે પ્રથમ અને દ્વિતિય તબક્કાના ક્લિનિકલ ટ્રાયલની મંજૂરી આપી દીધી છે. પરિણામે જુલાઈમાં આ રસીના માનવ પરીક્ષણ શરૂ થવાની શક્યતા છે. ભારત બાયોટેક નેશનલ ઈન્સ્ટિટયૂટ ઓફ વાયરોલોજી અને ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (આઈસીએમઆર)ના સહયોગમાં સંભવિત રસી વિકસાવી રહી છે.
કંપનીએ કોરોના સામે સલામતી અને ઈમ્યુનિટીની ખાતરી આપતી સંભવિત રસીના પ્રી-ક્લિનિકલ સ્ટડીના પરીણામો રજૂ કર્યા હતા. નિયમનકારી સંસૃથાની મંજૂરી પછી કંપનીના પ્રી-ક્લિનિકલ ટ્રાયલ બે મહિના સુધી ચાલ્યા હતા.
ભારત બાયોટેકના એમડી અને ચેરમન કૃષ્ણા ઈલાએ જણાવ્યું હતું કે, આ રસી વિકસાવવામાં એનઆઈવી સાથેનું જોડાણ ઘણું જ મહત્વપૂર્ણ રહ્યું છે. આ રસી હૈદરાબાદમાં હાઈ કન્ટેનમેન્ટ એકમમાં વિકસાવવામાં આવી રહી છે.
હાલમાં સમગ્ર વિશ્વમાં 100થી વધુ કોવિડ-19 રસી વિકસાવવા પર વિવિધ તબક્કામાં કામ ચાલી રહ્યું છે. કેટલીક કંપનીઓ ક્લિનિકલ ટ્રાયલ્સમાં પ્રવેશી ચૂકી છે. વિશ્વ આરોગ્ય સંસૃથાના જણાવ્યા મુજબ 13 રસી ક્લિનિકલ ટ્રાયલ હેઠળ છે. 129 રસી હાલમાં પ્રી-ક્લિનિકલ મૂલ્યાંકનના તબક્કામાં છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.